Home /News /gujarat /

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા ડસ્ટબિનમાં ભ્રષ્ટાચારની 'ગંધ' આવી

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા ડસ્ટબિનમાં ભ્રષ્ટાચારની 'ગંધ' આવી

ઘાટલોડિયામાં વિતરણ કરાયેલા ડસ્ટબિન તકલાદી હોવાની ફરિયાદને લઈને લોકોએ ડસ્ટબિન પરત કરી દેતા વિવાદ સર્જાયો છે

કોર્પોરેટરની ફરિયાદ બાદ સેન્ટ્રલ વર્કશોપના કામ પર સવાલો ઉઠ્યા છે કે જે ડસ્ટબિનની ખરીદી કરવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં હલકી ગુણવત્તાના ડસ્ટબીન કેમ આપવામાં આવ્યા?

    અમદાવાદ મહાનગર પાલિકના (Amdavad municipal corporation) સતાધીશો સાથે વિવાદ હંમેશા સંકળાયેલો રહે છે. એએમસી (AMC) કરોડો રૂપિયાના વિકાસના કામો કરે છે. પરંતુ આ વિકાસ કાર્યોમાં તેમની સાથે વિવાદનો જન્મ થતો રહે છે. મોટા-મોટા કોન્ટ્રાક્ટોની સાથે કચરાપેટીમાં પણ કૌભાંડો થયા છે. ત્યારે હવે ભીનો કચરો અને સુકો કચરો અલગ તારવવા માટે સરકાર દ્વારા જોર શોરથી કહેવામાં આવી રહ્યું છે અને લાખો રુપિયા ખર્ચીને જાહેરાતો કરવામાં આવે છે. આ માટે AMC દ્વારા ઘરે ઘરે ડસ્ટબિનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા જે ડસ્ટબિન આપવામાં આવ્યા છે હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદો ઉઠી છે.



    ફરી એકવાર AMC ડસ્ટબિનને લઈને વિવાદમાં સપડાયું છે, ઘાટલોડિયામાં વિતરણ કરાયેલા ડસ્ટબિન તકલાદી હોવાની ફરિયાદને લઈને લોકોએ ડસ્ટબિન પરત કરી દેતા વિવાદ સર્જાયો છે. ઘાટલોડિયામાં વિતરણ કરવામાં આવતા ડસ્ટબિન હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે ભાજપના કોર્પોરેટર દ્વારા જ અમદાવાદ મનપાને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે.

    આ પણ વાંચો- વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય ​​​​​​​સરકારનો મોટો નિર્ણય, પાટીદાર અનામત આંદોલન મામલે વધુ 10 કેસ પરત ખેંચ્યા

    ભાજપના કોર્પોરેટરે આ ફરિયાદ સેન્ટ્રલ વર્કશોપના ડાયરેક્ટર વિજય મિસ્ત્રીને કરી છે. જો કે તેઓએ આ વાત માની નહી ડસ્ટબિન સારા જ હોવાનું રટણ કરે રાખ્યુ હતું.

    ઘાટલોડિયાન સ્થાનિક લોકોનું કહેવુ છે કે, તેમને જે ડસ્ટબિન આપવામાં આવ્યા છે તે હલકી ગુણવત્તાના છે અને તેના ઉપરના ઢાંકણા પણ બંધ થતા નથી. સાથે જ તેમને આપવામાં આવેલા ડસ્ટબીન ખોલતાની સાથે જ ઢાંકણા તૂટી જાય છે. તેથી તેઓ આ ડસ્ટબીનને પરત બદલવા માટે પહોંચ્યા હતા.

    આ પણ વાંચો- રાજ્યમા કાળઝાળ ગરમી બાદ હવે માવઠાની આગાહી, જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ

    જણાવી દઇએ કે, કોર્પોરેટરની ફરિયાદ બાદ સેન્ટ્રલ વર્કશોપના કામ પર સવાલો ઉઠ્યા છે કે જે ડસ્ટબિનની ખરીદી કરવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં હલકી ગુણવત્તાના ડસ્ટબીન કેમ આપવામાં આવ્યા?
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, AMC latest news, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ સમાચાર

    આગામી સમાચાર