Home /News /gujarat /વધતા કોરોના સામે કડક કાયદો: રસીનો બીજો ડોઝ ન લેનારને અમદાવાદના આ તમામ સ્થળે નહીં મળે પ્રવેશ
વધતા કોરોના સામે કડક કાયદો: રસીનો બીજો ડોઝ ન લેનારને અમદાવાદના આ તમામ સ્થળે નહીં મળે પ્રવેશ
પ્રતીકાત્મક તસવીર
Corona cases after Diwali in Gujarat: ફરી એક વખત શહેરના જાહેર સ્થળોએ પ્રવેશ મેળવવા માંગતા લોકોને કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે.
અમદાવાદ: રાજ્યમાં (Gujarat) દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં (Corona cases after Diwali in Gujarat) અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે 11 નવેમ્બરે રાજ્યમાં 42 નવા કેસ નોંધાયા હતા. જેમા અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. જ્યારે 4 શહેર અને 24 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંક્રમણને નિયંત્રિત કરવા મોટો નિર્ણય લેવાયો છે.
આ સ્થળો પર નહીં મળે પ્રવેશ
જેમાં એ.એમ.ટી.એસ,બી.આર.ટી.એસ. ઉપરાંત કાંકરીયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, સ્વિમિંગ પુલ, લાયબ્રેરી સાથે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જીમખાના, મ્યુનિ.હસ્કતની તમામ કચેરીઓ અને સિવિક સેન્ટરોમાં જે લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે એમ છતાં વેકિસનનો બીજો ડોઝ લીધો નથી એવા તમામ લોકોને આ સ્થળોએ પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સ્થળોએ પ્રવેશ મેળવવા માટે કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોવા અંગેનું પ્રમાણપત્ર બતાવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
વેકિસનના બંને ડોઝ લીધા હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર દ્વારા જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વેકિસનના 73,84,693 ડોઝ શહેરીજનોને આપવામાં આવ્યા છે. આ પૈકી 4691647 લોકોને વેકિસનનો પહેલો ડોઝ અને 2693046 લોકોને વેકિસનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. તેમ છતાં કોરોનાના નવા કેસ નોંધાવવામાં ઉછાળો આવતા તંત્ર સફાળુ જાગ્યુ છે. આ કારણથી 12 નવેમ્બરને શુક્રવારથી ફરી એક વખત શહેરના જાહેર સ્થળોએ પ્રવેશ મેળવવા માંગતા લોકોને કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે, નહીં તો પ્રવેશ આપવામાં આવશે નહીં.
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીથી કોરોના ટેસ્ટીંગ માટે ત્રીસથી વધુ ડોમ શરુ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કહ્યુ છે. આ ઉપરાંત શહેરના ગીતા મંદિર ખાતે આવેલા એસ.ટી. સ્ટેશન ઉપરાંત રેલ્વે સ્ટેશન ખાતે પણ કોરોના ટેસ્ટીંગ માટેની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
" isDesktop="true" id="1150729" >
મહત્તવનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 866ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 90 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 542 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 234 એક્ટિવ કેસ છે, જેમાંથી 07 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 227 દર્દીની હાલત સ્થિર છે.