Home /News /gujarat /સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા પ્રોટેસ્ટ વધારે! અમદાવાદમાં ડોક્ટરોની હડતાળનો સાતમો દિવસ, 50% જ થઇ રહ્યા છે ઓપરેશન

સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા પ્રોટેસ્ટ વધારે! અમદાવાદમાં ડોક્ટરોની હડતાળનો સાતમો દિવસ, 50% જ થઇ રહ્યા છે ઓપરેશન

રેસિડન્ટ ડોક્ટરની હડતાળ

Ahmedabad News: હડતાળમાં જોડાયેલ ડોકટરોએ હોસ્ટેલ 24 કલાકમાં ખાલી કરવા કર્યું છે. ત્યારે ડોક્ટરોમાં રોષ જોવા મળ્યો છે.

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Doctor Protest) રેસિડેન્ટ ડોકટરોની હડતાળ ચાલી રહી છે. છેલ્લા એક સપ્તાહથી રેસિડેન્ટ ડોક્ટરો બોન્ડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવા મુદ્દે હડતાળ કરી રહ્યા છે. જોકે, સરકાર તરફથી સકારાત્મક જવાબ ન મળતા હડતાળ યથાવત રાખી છે. પરંતુ બી. જે મેડિકલ તરફથી 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. હડતાળમાં જોડાયેલ ડોકટરોએ હોસ્ટેલ 24 કલાકમાં ખાલી કરવા કર્યું છે. ત્યારે ડોક્ટરોમાં રોષ જોવા મળ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળના કારણે સિવિલ હોસ્પિટલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.એમ છતાં ઓપરેશન, ઓપીડી અને ઇમરજન્સી સેવા ઉપર અસર પડી છે.

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડોકટર રાકેશ જોષીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, ડોકટરોની હડતાળના કારણે પ્લાન સર્જરીઓ રદ કરી દેવામાં આવી છે. માત્ર ઇમરજન્સીમાં આવતા દર્દીઓના જ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. પ્લાન સર્જરી વાળા દર્દીઓને હાલ વેઇટિંગમાં રાખવામાં આવ્યા છે. 100થી વધુ ઓપરેશન રોજના થતા હતા પરંતુ અત્યારે 50 ટકા જ ઓપરેશન થાય છે.

આ પણ વાંચો:  વડોદરામાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ સગી બહેન અને માતાને જ માર્યા છરીના ઘા

જેડીયુંના પ્રતિનિધિ ડોકટર રાહુલે જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ પુરી થાય તો અમે હડતાળ સમેટી લેવા તૈયાર છીએ. દર્દીઓ પરેશાન થાય તે અમને પણ ગમતું નથી. પરંતુ હેલ્થ વિભાગ અમારી વાત સાંભળવા તૈયાર નથી. જેના કારણે હડતાળ યથાવત રાખવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેક્ટિસ કરતા પ્રોટેસ્ટ વધારે થાય છે. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજની બિલ્ડીંગ આંદોલનનું સેન્ટર બની ગયું છે. છેલ્લા બે વર્ષમાં 8 જેટલા આંદોલન કરવામાં આવ્યા છે અને 9મી હડતાળ ચાલુ છે. જુનિયર ડોક્ટરો પોતાની મંગણીઓને પૂરી કરવા માટે કામથી અળગા રહીને વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ એક નજર કરીએ છેલ્લા 2 વર્ષમાં કેટલી હડતાળ પડી.

1- સપ્ટેમ્બર 2020માં બોન્ડ સેવાને સિનિયર રેસિડેન્ટ તબીબોમાં ગણવાની માંગ સાથે હડતાળ પડી. કોરોનાકાળમાં ડોકટરો પોતાની માંગ સાથે સરકાર સામે પડ્યા અને અંતે સરકારે તે માંગણી સ્વીકારતા હડતાળ સમેટાઈ ગઈ હતી.

2- એપ્રિલ 2021માં મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતરગત કોરોનામાં સેવા આપેલા ડોક્ટરને 25 હજાર રૂપિયા કે સરકારે જાહેર કર્યા હતા તે આપવામાં આવે તેની માંગ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા હતા. સરકારે અંતે ઝૂકવું પડ્યું અને તબીબોની માંગ પૂર્ણ કરતા હડતાળ સમેટાઈ હતી.

આ પણ વાંચો: યોગ દિવસે જ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ થયા કોરોના સંક્રમિત

3- માર્ચ 2021માં હોસ્ટેલમાં સતત પાંચ દિવસ પાણી બંધ રહેતા તબીબો હડતાળ પર ઉતર્યા હતા. પાણી પૂરતું મળ્યા બાદ અંતે તબીબોએ હડતાળ સમેટી લીધી હતી.

4- એપ્રિલ 2021માં સરકારના પરિપત્ર પ્રમાણે દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો હોય છે તે નિયમ અનુસાર ન કરતા તબીબો ત્રણ દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા. સરકારે માંગણી સ્વીકારી લેતા હડતાળ પૂર્ણ કરી હતી

5- ઓગસ્ટ 2021માં કોવિડ કામગીરીને ધ્યાને રાખી બોન્ડસેવાને સિનિયર રેસિડેન્ટ શિપમાં ગણવાની માંગ સાથે હડતાળ કરવામાં આવી હતી ત્યારે સરકારે બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ હતી. પરંતુ હજુ સુધી માંગ પૂર્ણ ન થતાં ફરીથી અત્યારે તબીબો હડતાળ પર છે.

6- ઓક્ટોમ્બર 2021માં યુ.જી.ગર્લ્સ હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવાથી નવી હોસ્ટેલની માંગ સાથે તબીબો હડતાળ કર ઉતર્યા છે. જેને લઇને નવી હોસ્ટેલની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપતા હડતાળ સમેટાઈ ગઈ હતી.

7- ઓક્ટોમ્બર 2021માં વધુ એક મુદ્દે હડતાળ પડી હતી જેમાં તબીબોની માંગ હતી કે, હડતાળ દરમિયાનના સમયગાળાને શૈક્ષણિક હેતુ તથા સ્ટાઈપેન્ડ ગણવામાં આવે. જે માંગ સરકારે સ્વીકારી હતી.8- ડિસેમ્બર 2021માં તબીબો દ્વારા હડતાળ કરવામાં આવી હતી.જેમાં તેમની માંગ હતી કે, જુનિયર તબીબી પર માનસિક ત્રાસ આપનાર સિનિયર ડોકટર અને મેડિસિન વિભાગના વડા ડો.કમલેશ ઉપાધ્યાય સામે પગલાં લેવામા આવે. જોકે અંતે પગલાં લેવાતા હડતાળ સમેટાઈ હતી.

9- જૂન 2022 એટલે કે, હાલ છેલ્લા પાંચ દિવસથી તબીબો બોનડેડ સેવાની માંગ સાથે હડતાળ પર છે. જોકે, હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ગુજરાત, હડતાળ

विज्ञापन