Home /News /gujarat /અમેરિકામાં થતું રૂ.3 કરોડનું ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે, એક સપ્તાહમાં 22 બાળકોને સર્જરી કરાઈ
અમેરિકામાં થતું રૂ.3 કરોડનું ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે, એક સપ્તાહમાં 22 બાળકોને સર્જરી કરાઈ
જન્મજાત પેશાબની કોથળીમાં ખામી ધરાવતા બાળકોને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બિમારી થાય છે.
બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બીમારીનું અમેરિકામાં ઓપરેશન 3 કરોડ રૂપિયામાં થતા હોય છે. જ્યારે ગુજરાતની ખાનગી હોસ્પિટલમાં 10 થી 12 લાખમાં સર્જરી થાય છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવે છે.
અમદાવાદ (Ahmedabad News) સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના બાળરોગ સર્જરી વિભાગ અને અમેરિકાના બાળરોગ અને પેડિયાટ્રીક યુરોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસે છેલ્લા 14 વર્ષથી “બ્લેડર એસ્ટ્રોફી” વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જો કે કોરોનાકાળમાં 2 વર્ષથી વર્કશોપ કરવામાં આવ્યો ન હતો. આ વર્કશોપ પુન:કાર્યરત કરવામાં આવ્યો છે. એક સપ્તાહથી ચાલતા વર્કશોપમાં 22 જેટલા બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
જન્મજાત પેશાબની કોથળીમાં ખામી ધરાવતા બાળકોને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બિમારી થાય છે. જેમાં પેશાબની કોથળીનું બહારની બાજુએ વિકાસ થયેલ હોય છે. આ પ્રકારની સર્જરી તબીબી જગતમાં અત્યંક જટીલ માનવામાં આવે છે. આ સર્જરીમાં થાપાના હાડકાને તોડ્યા પછી પેશાબની થેલી અંદર મૂકવા માં આવે છે. જેમાં બાળરોગ સર્જરી, પેડિયાટ્રીક યુરોલોજી અને હાડકાના વિભાગના સહિયારા પ્રયાસથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એક બાળકની સર્જરી 8 થી 10 કલાક ચાલતી હોય છે.
અમેરીકાની ચિલ્ડ્રન હોસ્પિટલ અફીલા-ડેલ્ફીયા થી આવેલ ડૉ. અશીમ શુક્લ, ડૉ. પ્રમોદ રેડ્ડી, ડૉ. અંજના કોરૂ અને બે ફેલો સહિતની ટીમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ, હાડકાના નિષ્ણાંત ડોક્ટર પિયુષ મિત્તલ અને ડો. વિનોદ ગૌતમના સહિયારા પ્રયાસથી છેલ્લા 14 વર્ષથી આ પ્રકારનું વર્કશોપ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં આ વર્કશોપ અંતર્ગત 150થી વધુ બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરીને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં આવ્યું છે.
બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બીમારીનું અમેરિકામાં ઓપરેશન 3 કરોડ રૂપિયામાં થતા હોય છે. જ્યારે ગુજરાતની ખાનગી હોસ્પિટલમાં 10 થી 12 લાખમાં સર્જરી થાય છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવે છે. અમેરિકાના 5 નિષ્ણાત તબીબો વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.અમેરિકાની ચિલ્ડ્રન હોસ્પિટલ ઓફ ફિલાડેલ્ફીયા, સિંસીનાટી ચિલ્ડ્રન હોસ્પિટલ,યુનિવર્સિટી ઑફ રોચેસટરના તબીબો આવ્યા હતા