Home /News /gujarat /

અમદાવાદના 9 વર્ષના બાળકની સિદ્ધિ, 64 મિનિટમાં ભગવદ્ ગીતાના 700 શ્લોક બોલી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં મેળવ્યું સ્થાન

અમદાવાદના 9 વર્ષના બાળકની સિદ્ધિ, 64 મિનિટમાં ભગવદ્ ગીતાના 700 શ્લોક બોલી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં મેળવ્યું સ્થાન

9 વર્ષના આ બાળકનું નામ દ્વિજ ગાંધી છે, જે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે.

Shrimad Bhagavad Gita Record: ગિનિસ બુક (guinness book of world record) દ્વારા ભારતમાં ચલાવાતા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા (World Records India)માં આ બાળકને સ્થાન મળ્યું છે. જેને લઇને પરિવારનાં તમામ સભ્યો ખુશખુશાલ છે.

અમદાવાદ (Ahmedabad News)ના નવ વર્ષના બાળકે પોતાની વિશેષ કળાથી દેશ-વિદેશમાં પોતાના પરિવારનું તથા સનાતન ધર્મ (Sanatan Dharma)નું નામ રોશન કર્યું છે. આ બાળકે સમગ્ર શ્રીમદ ભગવદ્ ગીતા (Shrimad Bhagavad Gita)ના 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનો ઐતિહાસિક રેકોર્ડ (Historical record) સર્જ્યો છે. ગિનિસ બુક (guinness book of world record) દ્વારા ભારતમાં ચલાવાતા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા (World Records India)માં આ બાળકને સ્થાન મળ્યું છે. જેને લઇને પરિવારનાં તમામ સભ્યો ખુશખુશાલ છે. આ રેકોર્ડ પ્રાપ્ત કરનાર બાળક માત્ર નવ વર્ષનો છે અને આ બાળકે પોતાની અદ્ભુત સિદ્ધિથી પરિવારનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે.

9 વર્ષના આ બાળકનું નામ દ્વિજ ગાંધી છે, જે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે. સામાન્ય રીતે કોરોના કાળ દરમિયાન બાળકોને મોબાઈલમાં ગેમ રમવાની કુટેવ લાગી હતી પરંતુ દ્વિજને કંઈક અલગ જ લગન હતી. દ્વિજ ગાંધીએ માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોના સહયોગથી ગીતા પરિવારમાં જોડાઈને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ અને અધ્યન કરવાનું પસંદ કર્યું હતું. જે બાદ તેને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે.



આ અંગે દ્વિજ ગાંધીએ ન્યુઝ18 ગુજરાતીને જણાવ્યું કે 7 વર્ષનો હતો ત્યારે પહેલું લોકડાઉન થયું હતું એ સમયે નાના-નાની સાથે વાત કરતા ગીતા પરિવાર અંગે જાણવા મળ્યું અને તેનામાં ગીતાના અઘ્યયન અંગે બીજ રોપાયું. દ્વિજને ગીતાજીનો સાર ખૂબ નાની ઉંમરમાં સમજીને તેને કંઈક નવું કરવાની ઈચ્છા જાગી અને અત્યાર સુધી કોઈએ ન કર્યું હોય તેવું કાર્ય કરવા માટે દ્વિજ અને તેના પરિવારે મહેનત શરૂ કરી હતી. ગીતાજીનું મહત્ત્વ અને તેના તમામ 700 શ્લોક કંઠસ્થ કરવામાં અને તેના પરિવારની ખૂબ જ સહાય મળી અને આખરે તમામ 700 શ્લોક માત્ર 64 મિનિટમાં કરવાનો વિશ્વ રેકોર્ડ તેના દ્વારા સર્જવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Patidar Case News: પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારને નોકરી આપો: અલ્પેશ કથિરિયા

આટલી નાની ઉંમરમાં મિત્રો ને આપે છે સાચી સલાહ

આ ઉંમરના બાળકો હજુ તો કંઈક સમજતા થતા હોય છે તે પહેલાં જ આ બાળક દ્વારા અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી ત્યારે દ્વિજ તેના મિત્રોને પણ સાચા રસ્તા માટે પ્રેરણા આપતો હોય છે. ગીતાના અધ્યયનથી દ્વિજને પોતાને લાગે છે કે તે જીવન વિશે એને ખબર નથી પરંતુ  મુશ્કેલી હોય ત્યારે મિત્રો પાસે જઈને એ કહે તો તેનો ઉપાય મળી જતો હોય છે. ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવા માંગતા દ્વિજ્ની માતા ખ્યાતિ બેને ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, દ્વિજ નાનો હતો ત્યારથી જ અમારી ઇચ્છા હતી કે તે અન્ય બાળકો કરતાં કઈક અલગ કરી બતાવે. આમ અમદાવાદનું ગૌરવ ગણાતા માત્ર 9 વર્ષના બાળકે દેશ-વિદેશમાં સનાતન ધર્મ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Guinness world Record, Gujarati news, India Book of World Records, World Records

આગામી સમાચાર