Home /News /gujarat /

અમદાવાદ: નારોલમાં ફેક્ટરીમાં કેમિકલ લીકેજથી અફરાતફરી, કંપનીની બેદરકારી આવી સામે

અમદાવાદ: નારોલમાં ફેક્ટરીમાં કેમિકલ લીકેજથી અફરાતફરી, કંપનીની બેદરકારી આવી સામે

    અમદાવાદના નારોલ પાસે આવેલ જિંદાલ વલ્લભ ફેક્ટરીમાં કેમિકલ લીકેજ થતા અફરાતફરી મચી હતી. ફેક્ટરીના સલ્ફ્યુરિક એસિડના ગોડાઉનમાં સામાન્ય આગને કારણે સલ્ફ્યુરિક એસિડ લીકેજ થયો હતો જેને ફાયર બ્રિગેડે કાબુ માં લીધો હતો.

    નારોલ આર વી ડેનિમની સામે આવેલ જિંદાલ ફેક્ટરીમાં ફરી એક વાર કેમિકલ લીકેજ થતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. કાપડની આ ફેક્ટરીમાં સલ્ફ્યુરિક એસિડનો ગોડાઉન આવેલ છે જેમાં ૨૦૦ લીટરના બેરલમાં સામાન્ય આગ લાગી હતી, જેના કારણે સલ્ફ્યુરિક એસિડ લીક થયો હતો. આ કેમિકલ લીક થતા કર્મચારીઓને આંખમાં બળતરા થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, અને ફાયર બ્રિગેના ૯ ફાયર ફાઇટરોએ આગ અને કેમિકલ લીકેજને મહા મહેનતે કાબુમાં લીધો હતો.

    ડેપ્યુટી ફાયર ચીફ મિથુન મિસ્ત્રીએ જણાવ્યું કે, નારોલ હાઇવે પસે આવેલ ફેક્ટરીમાં હાઈડ્રો સલ્ફ્યુરિકના ગોડાઉનમાં લીકેજ અને આગ લાગી હતી. અઢી કલાકની કામગીરી કર્યા બાદ આગ અને લીકેજ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઇ.

    જિંદાલ ફેક્ટરીમાં કેમિકલ લીકેજની આ કોઈ પેહલી ઘટના નથી. અગાઉ ૫ થી વધુ વખત ફેક્ટરીમાં આગ અને કેમિકલ લીકેજના બનાવો બન્યા હતા. કેમિકલને ગોડાઉનમાં રાખવાની જગ્યા એ ખુલામાં બેરલમાં રાખવામાં આવતા હોય છે. કેમિકલનું પાણી આ ફેક્ટરી દ્વારા સુએજમાં છોડવામાં આવે છે જેના કારણે પ્રદુષણ ફેલાતું હોય છે. આમ જોતા ફેક્ટરીની સીધી બેદરકારી ઘટનામાં સામે આવે છે પરંતુ આ મામલે જી પી સી બી ફેક્ટરી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતુ નથી અને આંખ આડા કાન કરી રહ્યું છે.

    ફેક્ટરીમાં કેમિકલ લીકેજનું કવરેજ કરતા ફેક્ટરી માલિકોએ મીડિયાને પ્રવેશ આપ્યો નહોતો. સીધી બેદરકારીને લઇ માલિકોએ મીડિયા સાથે ગેરવર્તણૂક કર હતી, ત્યારે અવારનવાર કેમિકલ લીકેજ અને પ્રદુષણ ફેલાવનાર જિંદાલ ફેક્ટરી સામે જી પી સી બી ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.

    સ્ટોરી - દિપક સોલંકી
    Published by:kiran mehta
    First published:

    Tags: Against, Factory, Narol, Negligence, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन