Home /News /gujarat /

અમદાવાદ: એરપોર્ટ પર બર્ડ-હીટ, ગો-એર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી

અમદાવાદ: એરપોર્ટ પર બર્ડ-હીટ, ગો-એર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી

    સુરક્ષાના તમામ દાવા વચ્ચે આજે સવારે વધુ એક વખત અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના સામે આવી છે. બુધવારે સવારે અમદાવાદથી કોલકત્તા માટે ઉડાણ ભરનાર ગો એરલાઈન્સના વિમાન સાથે પક્ષી અથડાઇ જવાથી એરોપોર્ટ ઓથોરીટી હરકતમાં આવી હતી.અચાનક થયેલાં બર્ડ હિટના કારણે ફ્લાઈટનુ લેફ્ટ એન્જીન બંધ થઈ જતા તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાના પગલે અમદાવાદ એરપોર્ટ ખાતે ફ્લાઈટનુ ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જાકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

    અમદાવાદથી કોલકત્તા જતી આ ફ્લાઇટમાં 166 જેટલા મુસાફરો હતો અને બધા સુરક્ષિત હોવાનું એરપોર્ટ ઓથોરીટીએ જણાવ્યું હતું.જો કે બર્ડ હીટના કારણે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર રન-વેનુ રીનોવેશન કામ ચાલી રહ્યુ છે. જેથી કેટલીક ફ્લાઈટ અમદાવાદમાં ડાઈવર્ટ કરાઈ છે. જેના કારણે અમદાવાદમાં ફ્લાઈટ ટ્રાફિકનો વધારો થયો છે. ત્યારે આ પ્રકારની ઘટનાના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. બીજી બાજુ મુંબઈમાં રન-વેનુ રીનોવેશન ચાલી રહ્યુ હોવાથી મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટો મોડી પડી રહી છે.

    જેના કારણે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ૧૦થી વધુ ફ્લાઈટો એકથી બે કલાક મોડી પડી હતી, જેથી અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. જે પૈકી કેટલાક મુસાફરોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો.

    બીજીબાજુ રાજકોટ-મુંબઈ ફ્લાઈટના લેન્ડિંગ સમયે પણ બર્ડ હીટની ઘટના સર્જાઈ છે. પક્ષી ફ્લાઈટના પંખામાં ફસાઈ ગયું હતું. બર્ડ હીટ થતાં અચાનક એન્જિન ખરાબ થઈ ગયું હતું. ત્યારબાદ ફરી મુંબઈ જવા ફ્લાઈટ ટેક ઓફ ન થઈ શકી. આખરે મુંબઈથી એન્જિનના ખાસ સ્પેરપાર્ટ મંગાવ્યા હતા. અને ફ્લાઈટ રદ્દ કરવી પડી. આ કારણોસર મુસાફરો રઝળી પડ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Emergency landing, Tragedy, અમદાવાદ, એરપોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन