Home /News /gujarat /

અમદાવાદ : 51 વર્ષની પરિણીતાને કોલ કરીને હેરાન કરતો હતો યુવક

અમદાવાદ : 51 વર્ષની પરિણીતાને કોલ કરીને હેરાન કરતો હતો યુવક

પ્રતિકાત્મક તસવીર

પરિણીતાને વોટ્સએપ પર ફોન, મેસેજ અને વીડિયો કોલ કરીને હેરાન કરનાર યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

    ન્યૂઝ18  ગુજરાતી : અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં આંબાવાડી વિસ્તારમાં રહેતી 51 વર્ષની પરિણીતાનો કોન્ટેક્ટ નંબર મેળવીને એક યુવક હેરાન કરતો હતો. પરિણીતાને વોટ્સએપ પર ફોન, મેસેજ અને વીડિયો કોલ કરીને હેરાન કરનાર યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં આંબાવાડીમાં રહેતી પરિણીતાનાં મોબાઇલમાં 31 મે 2019નાં રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ, કોલ, ફોટા અને વીડિયો કોલ આવતા હતાં. તેનો જવાબ પરિણીતા ન આપે ત્યારે તે મેસેજ કરીને તેની સાથે વાત કરવાનું કહેતો હતો. અજાણ્યા નંબર પરથી મેસેજ, કોલને કારણે પરિણીતા હેરાન થઇ ગઇ હતી. આખરે તેણે કંટાળીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

    આ પણ વાંચો : અપરિણીત તબીબ બહેને ઠંડે કલેજે કરી ભાઇ-ભત્રીજીની હત્યા, આપતી હતી સ્લો પોઇઝન

    મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવ્યાં પછી સાયબરની ટીમે આ અંગે તપાસ હાથ ધરતા ઘણાં તથ્યો બહાર આવ્યાં હતાં. હેરાન કરનારો આ યુવક મૂળ મધ્યપ્રદેશનો છે જે હાલમાં અમદાવાદમાં રહે છે. આ રાજકુમાર નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ સોશિયલ મીડિયામાં એક ગ્રુપમાંથી પરિણીતાનો નંબર લઇને તેને હેરાન કરતો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CYBER CRIME, Harassed, અમદાવાદ, ગુજરાત, ગુનો

    આગામી સમાચાર