Home /News /gujarat /

અમદાવાદ: બેંક કર્મીની બેદરકારી! મહિલાને લાગ્યો 10 લાખનો ચૂનો

અમદાવાદ: બેંક કર્મીની બેદરકારી! મહિલાને લાગ્યો 10 લાખનો ચૂનો

10 લાખ રૂપિયા ગુમાવનાર મહિલાને પૈસા પાછા મળશે...

10 લાખ રૂપિયા ગુમાવનાર મહિલાને પૈસા પાછા મળશે...

    અમદાવાદમાં એક મહિલાને તેના ખાતામાંથી 10 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે, અને તે પણ બેંકર્મીના પ્રતાપે.. આ બેંક કર્મચારીએ મહિલાને ચેક તેના એકાઉન્ટના બદલે અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં જમા કરી દેતા તે વ્યક્તિ રૂપિયા ચાંઉ કરી ગયો અને મહિલાને 10 લાખ રૂપિયાથી હાથ ધોવાનો વારો આવ્યો. જુઓ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં,,

    અમદાવાદની કુકરવાડા નાગરિકબેંકના કર્મચારીની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. આ બેંકકર્મચારીની એક ભૂલને કારણે એક મહિલાને તેના 10 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. મહિલા જ્યારે બેંકમાં તેનો 10 લાખ રૂપિયાનો ચેક જમા કરાવવા ગઈ ત્યારે આ બેંક કર્મચારીએ ભૂલથી તે ચેક અન્ય વ્યક્તિના ખાતમાં જમા કરી દીધો અને તે રૂપિયા જેના ખાતામાં ગયા તે શખ્સ બધા રૂપિયા ચાંઉ કરી ગયો. રૂપિયા ચાંઉ કરી જનાર કૌશિકકુમાર નામના વ્યક્તિએ જ્યારે 10 લાખ એકસામટા તેના ખાતામાં જોયા તો તેણે રૂપિયા એકસામટા ઉપાડી લીધા અને ઉડાવી પણ દીધા. જ્યારે આ સમગ્ર મામલે પોલીસ પણ જાણે આંખ આડા કાન કરી રહી હોય તેવુ લાગી રહ્યુ છે આ ઘટનાને એક વર્ષ જેટલો સમય વિતવા આવ્યો છતા મહિલાને તેના પૈસા પરત મળ્યા નથી.

    નવાઈની વાત તો એ છે કે, કુકરવાડા સહકારી બેંકના સત્તાધીશીએ હજુ સુધી તેના બેંક કર્મી સામે કોઈ પગલા લીધા નથી. કે ના તો પોલીસ કોઈ પરિણામજનક કાર્યવાહી સુધી પહોંચી છે. પોલીસે દેખાડા પુરતી છેતરપિંડીનો ગુનો નોંધી ગોકળ ગાયની ગતિએ કહેવા પુરતી કાર્યવાહી કરી રહી છે. સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે પોલીસે સમગ્ર તપાસ દરમિયાન ક્યારેય આરોપી કૌશિક પટેલને શોધીને તેની પૂછપરછ સુદ્ધા કરી નથી. પોલીસની આ રીતની કામગીરી જોતા 10 લાખ રૂપિયા ગુમાવનાર મહિલાને પૈસા પાછા મળશે કે કેમ તે તો જોવુ જ રહ્યુ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Fraud, Negligence, અમદાવાદ, મહિલા

    આગામી સમાચાર