Home /News /gujarat /

“ગોલ્ડ” સ્કોચ એવોર્ડ: ત્રીજી લહેર પહેલા બાલ કવચ માટે અમદાવાદ જિલ્લાનાની ઉત્કૃષ્ટ કામગીરી

“ગોલ્ડ” સ્કોચ એવોર્ડ: ત્રીજી લહેર પહેલા બાલ કવચ માટે અમદાવાદ જિલ્લાનાની ઉત્કૃષ્ટ કામગીરી

સંભવિત કોરોનાની ત્રીજી લહેર પહેલા બાળકોને સુરક્ષિત કરાયા છે.

સંભવિત કોરોનાની ત્રીજી લહેર પહેલા બાળકોને સુરક્ષિત કરાયા છે.

અમદાવાદ: જિલ્લા આરોગ્ય ટિમ દ્વારા અમદાવાદ જિલ્લાના ૦ થી ૫ વર્ષના અને ૬ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોનો બાલ કવચ પૂરું પડવાનું કામ કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ સર્વે બાલ કવચ ફેઝ-૧ અને ફેઝ-૨ અંતર્ગત કરવામાં આવ્યો. શોધી કાઢવામાં આવેલ જોખમી બાળકો જેવા કે, હૃદય, કિડની, કેન્સર વગેરેના સમયસર ઓપરેશન અને કુપોષિત તથા અન્ય બીમારીવાળા જોખમી બાળકોને જરૂરી સારવાર કરાવવામાં આવી અને સતત ફોલો અપ આરોગ્યની ટીમ દ્વારા લેવામાં આવી રહ્યું છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે  ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદ જિલ્લામાં બાળકોને કોવીડ-19 માંદગી તથા મુત્યુથી બચાવવા માટે બાલ કવચ ફેઝ-૧ અને ફેઝ-૨ અંતર્ગત કલેકટર સંદીપ સાગલે,જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર  આર.સી.એચ, અધિકારી ડો. ગૌતમ.વી.નાયક, એપેડેમીક મેડીકલ ઓફીસર ડો.ચિંતન દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર,  ડો.ભાવેશ લીમ્બાચીયા, ડો.કોમલ વ્યાસ ધ્રુમિલ પંડ્યા તેમજ સમગ્ર આર.બી.એસ.કે ટીમ અને આશા-આંગણવાડી કાર્યકર, અને સમગ્ર હેલ્થ ટીમ ના સીધા માર્ગદર્શન હેઠળ ૧૧૫૬ આશા,આંગણવાડી તથા આરોગ્યની ટીમ દ્વારા ધરે ધરે ફરીને ૦ થી ૫ વર્ષના ૧૫૯૫૭૨ બાળકોનું તથા ૬ થી ૧૮ વર્ષના ૨૫૯૭૧૦ બાળકોનું પ્રાઈમરી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.

બાલ કવચ અંતર્ગત કુલ ૪,૧૯,૨૮૨ બાળકોનો સર્વે કરવામાં આવ્યો. સર્વે દરમ્યાન જન્મ સમયે ઓછું વજન,અતિ-કુપોષિત, કુપોષિત, કીડની, હદય, કેન્સર, થેલેસેમિયા,ટી.બી.,એચ.આઈ.વિ. જેવી ગંભીર બીમારીઓ ધરાવતા ૦ થી ૫ વર્ષના ૧૨૯૬ અને ૬ થી ૧૮ વર્ષના ૬૯૨ એમ કુલ ૧૯૮૮ જોખમી બાળકો શોધી કાઢી આવા તમામ બાળકોની ધનીષ્ટ આરોગ્ય તપાસ આર.બી.એસ.કે.ની ૨૭ ટીમ દ્વારા કરવામાં આવી અને જોખમી બાળકોને વધુ તપાસ માટે નિષ્ણાંત તબીબો પાસે રીફર કરવામાં આવેલ અને કુપોષિત બાળકોને આંગણવાડી સેન્ટર ખાતે થી ટેક હોમ રેશન આપી બાળકોનું વજન વધે તે માટે પ્રયત્ન હાથ ધરેલ  છે તેમજ જિલ્લા લેવલના અધિકારીઓ દ્વારા તે બાળકોની મુલાકાત કરી વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમા આવા તમામ જોખમી  બાળકોને જરૂર પડે રીવર્સ કોરનટાઇન અર્થે જરૂરી પગલા લેવામાં આવશે કે જેથી બાળકોમાં કોવીડના રોગનું પ્રમાણ અને મુત્યુ ધટાડી શકાય.આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડ કેટરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર