રોટોમેક કંપનીના માલિક વિક્મ કોઠારીએ બેંકમાંથી લીધેલી લોન ન ભરપાય કરતા આજે બેંક દ્વારા અમદાવાદ શહેરમાં આવેલી રોટોમેક કંપનીને સીલ માર્યુ છે. જો કે વિક્રમ કોઠારીએ રૂ. 3,695 કરોડના રોટોમેક બેન્ક છેતરપીંડી કેસના સંબંધમાં બેંકને ચૂનો લગાવ્યો છે. પરંતુ સાથે સાથે રોટોમેક કંપનીમાં કામ કરતા કર્મચારીને પણ ચૂનો લગાવ્યો છે.
આજે અમદાવાદમાં આવેલી રોટોમેક કંપનીમાંથી કર્મચારીઓને બહાર કાઢીને સીલ મારી દિધુ છે. જેના કારણે કર્મચારીઓ બે રોજગાર બની ગયા છે, અને કંપની દ્વારા પણ છેલ્લા 6 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. જેના કારણે કર્મચારીઓએ પણ રોષ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રોટોમેક ગ્લોબલ પ્રા.લિ. કંપનીના માલિક વિક્રમ કોઠારી, એમના પત્ની સાધના અને પુત્ર રાહુલ રોટોમેક ગ્લોબલમાં ડાયરેક્ટર્સ છે. એમની પર આરોપ છે કે એમણે બેન્ક પાસેથી લીધેલી લોનના પૈસા પરત ન ચૂકવીને એને અલગ હેતુસર અન્યત્ર ડાઈવર્ટ કર્યા હતા.
એમને સાત બેન્કોએ લોન આપી હતી. એમાંની એક, બેન્ક ઓફ બરોડાએ સીબીઆઈને ફરિયાદ કરી હતી અને કોઠારી સામે એફઆઈઆર નોંધાવી હતી.
બેન્કના સત્તાવાળાઓને ડર હતો કે કોઠારી કદાચ દેશ છોડીને ભાગી જશે. જેથી સીબીઆઈ તેમની સીબીઆઈએ વિક્રમ કોઠારી અને તેમના પુત્ર રાહુલ કોઠારીની ધરપકડ કરી છે, હાલમાં સીબીઆઈ ચાર દિવસથીકોઠારી પિતા-પુત્રની પૂછપરછ કરી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર