Home /News /gujarat /અમદાવાદ શહેરની આજે 607મી વર્ષગાંઠ,ઈ.સ.૧૪૧૧માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી
અમદાવાદ શહેરની આજે 607મી વર્ષગાંઠ,ઈ.સ.૧૪૧૧માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી
અમદાવાદઃઅમદાવાદ શહેરનો આજે જન્મદિવસ છે.શહેરને આજે 606 વર્ષ પૂર્ણ થયા છે.ઈ.સ.૧૪૧૧માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી.શહેરમાં વિવિધ સ્થળોએ ઊજવણી કરાશે.
અમદાવાદઃઅમદાવાદ શહેરનો આજે જન્મદિવસ છે.શહેરને આજે 606 વર્ષ પૂર્ણ થયા છે.ઈ.સ.૧૪૧૧માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી.શહેરમાં વિવિધ સ્થળોએ ઊજવણી કરાશે.
અમદાવાદઃઅમદાવાદ શહેરનો આજે જન્મદિવસ છે.શહેરને આજે 606 વર્ષ પૂર્ણ થયા છે.ઈ.સ.૧૪૧૧માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી.શહેરમાં વિવિધ સ્થળોએ ઊજવણી કરાશે.
અમદાવાદના નગર દેવી વિશેની એક દંતકથામાં વર્ણવવામાં આવ્યું છે. ઇતિહાસકારોના દાવા મુજબ અમદાવાદની સમુદ્ધિ સાથે સ્વરૂપવાન દેવીની દંતકથા યોજાયેલી છે. એક મુસ્લિમ ચોકીદારે 600વર્ષ પહેલા આ દેવીને રોક્યા ન હોત તો આજે આ અમદાવાદ ન હોત. દંતકથા એવી છે કે, એક મધરાતે સ્વરુપાવાન દેવી ભદ્રના કિલ્લાના દરવાજા પાસે આવે છે.
ત્યારે ચોકીદારે તે કોણ છે તેમ પુછ્યુ હતુ ત્યારે દેવીએ કહ્યું હતું કે, હું લક્ષ્મી દેવી છુ અને આ શહેર છોડી દેવા માગુ છું. ત્યારે દરવાજો બંધ રાખીને ચોકીદારે બાદશાહની પરવાનગી લેવા જઉ છુ તે કહે તો તમને જવા દઉ તેમ કહી લક્ષ્મીદેવીને રોક્યા હતા. ચોકીદારે જ્યારે ઘસઘસાટ ઉઘતા બાદશાહને જગાડી આ વાત કહી ત્યારે બાદશાહે ચોકીદારનું શિરચ્છેદ કરી લીધુ હતું. જ્યારે બીજીબાજુ ચોકીદારની રાહ જોતા લક્ષમી દેવી ત્યાં જ રોકાઇ જતા આ શહેરમાં આજે પણ લક્ષ્મીજીનો વાસ હોવાની દંતકથા છે.
પૌરાણિક ગ્રંથ મીરાતે અહેમદીમાં અમદાવાદની સ્થાપના ઇ.સ. 1411માં અહમદશાહ બાદશાહે 27 ફેબ્રુઆરીએ કરી હોવાનું જણાવાયું છે. જો કે બીજી તરફ જૈન કાળ મુજબ અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરીની કહેવાય છે. ઇ.સ.1100 આસપાસ અમદાવાદ આશાવલ નગર તરીકે ઓળખાતુ, અહીં આદીવાસીઓ વસવાટ કરતા હતા.કહેવાય છે કે, ત્યારબાદ સિધ્ધરાજના પિતા કર્ણદેવે આશાવલ ભીલને હરાવીને કર્ણાવતીની સ્થાપના કરી.
અમદાવાદનો ત્રણ દરવાજા વિસ્તાર હમેશા માણસોથી આ રીતે જ હર્યોભર્યો હોય છે. મોગલ કાળમાં બંધાયેલા અમદાવાદના આ ત્રણ દરવાજા તેના નકશીકામ માટે જાણીતા છે. જો તમે આ ત્રણ દરવાજા પાસેથી પસાર થતા હો તો તેના એક સ્તંભ પર શિલાલેખ લખેલો છે. શિલાલેખ દેવનાગરી લીપીમાં છે, એમાં જે લખાણ છે એ ખૂબ અગત્યનું છે. એ લખાણ દર્શાવે છે કે આ શહેર સદિઓ અગાઉથી જ ખૂબ પ્રોગ્રેસીવ રહ્યું છે. 1814માં લખાયેલો આ શિલાલેખ દીકરા અને દીકરીની સમાનતા માટેનો અધ્યાદેશ છે. અમદાવાદમાં બસ્સો વર્ષ અગાઉ દીકરીને પિતાની મિલકતમાં હક અપાતો ન હતો. એ વખતે ગાયકવાડ શાશન હતું. ગાયકવાડ શાશને અધ્યાદેશ કર્યો હતો કે દીકરીને પણ મીલકતમાં દીકરા જેટલો જ હિસ્સો આપવામાં આવે. શહેરની વચોવચ આ તકતી જડીને તેમણે જનતાને તાકિદ કરી હતી.