અમદાવાદ: શહેરમાં (Ahmedabad loot) વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં અદાવાદની આંગડિયા પેઢીના એક વ્યક્તિ સાથે ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે. આંગડિયા પેઢીનો વ્યક્તિ જતો હતો તે દરમિયાન અકસ્માતનો (accident and loot) ડોળ કરીને બાઇક પર આવેલા બે ગઠિયા 12.94 લાખ લૂંટીને ફરાર થઇ ગયા છે. જોકે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એલિસબ્રિજ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં થોડા થોડા સમયે જાહેર રસ્તાઓ પર જ લૂંટની ઘટનાઓ બની રહી છે. અમદાવાદમાં 12 લાખ 94 હજાર લઇને જતો આંગડિયા પેઢીનો વ્યક્તિ લૂંટાયો છે. લૂંટારાઓએ અકસ્માતનું નાટક કરીને રુપિયા લઇને ફરાર થઇ ગયા છે. આ બે ગઠિયાઓ લૂંટ કરીને કયા રસ્તે ગયા છે આ સાથે તેમની બાઇક કોના નામે નોંધાયેલી છે, તે તમામ વસ્તુઓની તપાસ કરવામાં આવશે. આ લૂંટની ઘટનાના CCTV સામે આવ્યા. એલિસબ્રિજ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસ લૂંટની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહ્યા છે.
થોડા દિવસો પહેલા પણ અમદાવાદ શહેરમાં લૂંટની ઘટના સામે આવી હતી. ત્યારે પણ ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં બંદૂક બતાવી ચાર લોકોએ આંગડિયા પેઢીમાંથી રૂ. 50 લાખની લૂંટ ચલાવી છે. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. ઓઢવ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે. સોલા સિલ્વર પરિક્રમા બંગ્લોઝમાં રહેતા 63 વર્ષીય વરધીભાઇ ઠક્કર અને પાર્થભાઇ ભાગીદારીમાં ઓઢવ છોટાલાલની ચાલી પાસે શ્રવણ મોબાઇલના ઉપરના માળે પી.એમ.એન્ટરપ્રાઇઝના નામથી આંગડિયા પેઢી ચલાવે છે.
વરધીભાઇએ રાજકોટની પી.એમ.એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીની છેલ્લા 9 મહિનાથી ફ્રેંચાઇઝી લીધી છે અને કમિશન પર કામ કરે છે. શુક્રવારે સવારે 11 વાગે તેઓ રાબેતા મુજબ આંગડિયા પેઢી પર આવ્યા, ત્યારબાદ કર્મચારી ગૌતમ પંચાલ અને વિક્કી સોની પણ પછી તેમના ભાગીદાર પાર્થ આવ્યા હતાં. આ બાદ આખી ઘટના ઘટી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર