Home /News /gujarat /

અમદાવાદ: સેટેલાઈટમાં 18 વર્ષની યુવતીએ છઠ્ઠા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન

અમદાવાદ: સેટેલાઈટમાં 18 વર્ષની યુવતીએ છઠ્ઠા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન

પિતા નોકરી ગયા હતા અને માતા કોઈ કામ માટે બહાર ગયા હતા તે સમયે ફ્લેટના છટ્ઠા માળેથી કુદી આત્મહત્યા કરી લીધી...

પિતા નોકરી ગયા હતા અને માતા કોઈ કામ માટે બહાર ગયા હતા તે સમયે ફ્લેટના છટ્ઠા માળેથી કુદી આત્મહત્યા કરી લીધી...

    શહેરમાં આત્મહત્ની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે અમદાવાદ શહેરના પોસ વિસ્તાર સેટેલાઈટમાં એક યુવતીએ ફ્લેટના છટ્ઠા માળેથી કુદી જીવન ટુંકાવ્યું છે.

    મળતી માહિતી મુજબ, સેટેલાઈટ વિસ્તારમાં આવેલ વિક્રમનગરમાં રહેતી એક 18 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણસર છટ્ઠા માળેથી પોતાના ઘરની ગેલેરીમાંથી કુદી જીવન ટુંકાવ્યું છે.

    આ મુદ્દે સેટેલાઈટ પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું કે, સેટેલાઈટના વિક્રમનગરમાં રહેતી અને એલડી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી યુવતીએ આજે બપોરે તેના પિતા નોકરી ગયા હતા અને માતા કોઈ કામ માટે બહાર ગયા હતા તે સમયે ફ્લેટના છટ્ઠા માળેથી કુદી આત્મહત્યા કરી લીધી છે. યુવતીના પિતા ઈસરોમાં નોકરી કરે છે. યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી. યુવતીની સુસાઈડ નોટ અને માતા પિતાના નિવેદન બાદ પોલીસ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરશે.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં એક મહિનામાં યુવતી દ્વારા આપઘાત કરવાની આ ત્રીજી ઘટના છે આ પહેલા વાસણા વિસ્તારમાં એક સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાની ઘટના બની હતી, આ બાજુ ચાંદલોડીયામાં એક પરણિત યુવતીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Satellite, Woman, અમદાવાદ, આત્મહત્યા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन