Home /News /gujarat /

Ahmedabad Airportના રન વે પર શરુ થશે સમારકામ, જાન્યુઆરીમાં ફ્લાઇટ હોય તો ફટાફટ વાંચો આ સમાચાર

Ahmedabad Airportના રન વે પર શરુ થશે સમારકામ, જાન્યુઆરીમાં ફ્લાઇટ હોય તો ફટાફટ વાંચો આ સમાચાર

અમદાવાદ એરપોર્ટ

Ahmedabad news: ત્રણ કિલોમીટર રન વેનું કામ અંદાજે 5 મહિના સુધી ચાલશે. રન વેના કામની મંજૂરી મળતા જ એરલાઇન્સ કંપનીઓને એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી.

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો (Sardar Vallabhbhai Patel International airport) સાડા ત્રણ કિલોમીટરનો રન વે છે. આ રન વેનું સમાર કામ (Sardar Vallabhbhai Patel International Airport run way repairing) કરવામાં આવશે. 17 જાન્યુઆરીથી રન વેનું કામ શરૂ થશે. જેના કારણે દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટનો (Ahmedabad airport) રન વે 9 કલાક બંધ રહેશે.17 જાન્યુઆરીથી સવારે 9 કલાકથી સાંજે 6 વાગ્યા સુધી રન વે બંધ રહશે. સાડા ત્રણ કિલોમીટર રન વેનું કામ અંદાજે 5 મહિના સુધી ચાલશે. રન વેના કામની મંજૂરી મળતા જ એરલાઇન્સ કંપનીઓને એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી.જેના કારણે આયોજન કરી ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

17 જાન્યુઆરીથી સવારે 9 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી રન વેનું કામ ચાલુ થશે જેના કારણે ફ્લાઇટ સાંજના 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધી ટેક ઓફ લેન્ડિંગ થશે. આ શિડ્યુંઅલ જ્યાં સુધી રન વેનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી યથાવત રહેશે. પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે એરલાઇન્સ કંપનીઓ દ્વારા આગોતરું આયોજન કરીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરની ડિઝાઇનમાં અમદાવાદના આ આર્કિટેકની છે મહત્વની ભૂમિકા

અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેટ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશન 200 જેટલી ફ્લાઇટની અવર જવર થાય છે.એરપોર્ટ પર 26 હજારથી વધુ પ્રવાસીઓની રોજની અવર જવર થઈ રહી છે. જોકે, એરપોર્ટ પર ખાનગીકરણ થયા બાદ એરપોર્ટને નવો લુક આપવાનું કામ ચાલી રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ


અમદાવાદ એરપોર્ટ પર રન વેનું કામ 3 જાન્યુઆરી થઈ જવાનું હતું અને 10થી 12 જાન્યુઆરી રન વેનું કામ બંધ રહેવાનું હતું. હવે રન વેનું કામ વાઇબ્રન્ટ સમીટ પછી જ શરૂ થશે.એટલે કે 17 જાન્યુઆરીએ રન વેનું કામ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, રન વેનું કામ હાઈ ટેકનોલોજીના મશીનો દ્વારા કરવામાં આવશે અને કલાસ વન કામ કરવામાં આવશે. કારણ કે, રન વેનું કામ માઈક્રો પ્લાનિંગ સાથે ખૂબ ચીવટપૂર્વક કરવું પડશે. તમામ પ્રકારના પેરામીટરને ધ્યાને રાખીને રન વેનું કામ કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad airport, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર