Home /News /gujarat /

અમદાવાદ એરપોર્ટની સુરક્ષાના આબરૂના ધજાગરા : રન-વૅ ઉપર શટલની બોલી !

અમદાવાદ એરપોર્ટની સુરક્ષાના આબરૂના ધજાગરા : રન-વૅ ઉપર શટલની બોલી !

વીડિયોનો સ્ક્રિનશોટ

એરપોર્ટ ખાતે લોડરનું કામ કરતા કર્મીનો વીડિયો વાયરલ થયા બાદ એરપોર્ટ ઓથોરિટીએ તેને સસ્પેન્ડ કરી દીધો.

    હિમાંશુ વોરા, અમદાવાદ

    અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા સાથે ગંભીર ચેડાનો એક વીડિયો સામે આવ્યો છે. દેશના દરેક એરપોર્ટ હાઇ-સિક્યુરિટી ઝોનમાં આવે છે. એટલે કે અહીં વિવિધ પ્રોટોકોલને અનુસરવું પડતું હોય છે. એરપોર્ટ એ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર હોવાથી સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ કરવામાં આવતી નથી. તાજેતરમાં અમદાવાદ એરપોર્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરક્ષા સાથે ગંભીર ચેડા થયેલા નજરે પડે છે. જોકે, આ કેસમાં કસૂરવાર વ્યક્તિને એરપોર્ટ સ્ટાફે સસ્પેન્ડ કરી દીધો છે.

    વાયરલ થયો વીડિયો

    અમદાવાદ એરપોર્ટના એક લોડરનો વીડિયો આજકાલ ખૂબ વાયરલ થયો છે. સામાન્ય રીતે એરપોર્ટની અંદર કે રવને પર વીડિયો શૂટિંગની મનાઈ હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં લોડર તરીકે કામ કરતો એક યુવક ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય એક યુવક તેના મોબાઇલથી શૂટિંગ કરી રહ્યો છે.

    વીડિયો મજાક ખાતર બનાવવામાં આવ્યો હોઈ શકે

    વીડિયોને જોતા લાગી રહ્યું છે કે તે મજાક માટે બનાવવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, એરપોર્ટ ઓથોરિટીના ધ્યાનમાં આ બનાવ આવતા લોડરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં લોડર રીક્ષા ચાલકો જે રીતે પેસેન્જર્સને બોલાવતા હોય છે તે રીતે બૂમો પાડતો જોવા મળી રહ્યો છે.

    વટવા, જુહાપુરા 10-10 રૂપિયામાં!



    લોડર ચાલો સાણંદ, વટવા, જુહાપુરા, નારોલની બૂમો પાડી રહ્યો છે. આ સમયે અન્ય એક લોડર આવીને તેને પૂછે છે કે મારે શાહીબાગ જવું છે. આ સમયે લોડર બીજા પ્લેન તરફ ઈશારો કરીને કહે છે કે શાહીબાગ આ નહીં પરંતુ પેલું શટલ જશે. સામે બીજો લોડર મજાકમાં દલીલ કરે છે કે સ્પેશિયલ કેસમાં પણ આ શટલ શાહબાગ નહીં આવે?
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Suspend, Video viral, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन