Home /News /gujarat /અમદાવાદ એરપોર્ટ દેશનું પ્રથમ વીડિયો એનાલિટિક્સ ધરાવતું હવાઈમથક બન્યું, 45 સેકેન્ડમાં પેસેન્જરને મળી જશે મદદ

અમદાવાદ એરપોર્ટ દેશનું પ્રથમ વીડિયો એનાલિટિક્સ ધરાવતું હવાઈમથક બન્યું, 45 સેકેન્ડમાં પેસેન્જરને મળી જશે મદદ

45 સેકન્ડથી ઓછા સમયમાં સહાયા AI આધારિત સિસ્ટમ સાથે સંકલિત સર્વેલન્સ કેમેરા ચોક્કસ અલ્ગોરિધમના આધારે મુસાફરોની વર્તણૂંકમાં કોઈપણ વિસંગતતા જોતા જ ચેતવણી આપે છે.

Ahmedabad Airport: 45 સેકન્ડથી ઓછા સમયમાં સહાયા AI આધારિત સિસ્ટમ સાથે સંકલિત સર્વેલન્સ કેમેરા ચોક્કસ અલ્ગોરિધમના આધારે મુસાફરોની વર્તણૂંકમાં કોઈપણ વિસંગતતા જોતા જ ચેતવણી આપે છે. ગુડનેસ ચેમ્પિયન્સને સ્માર્ટ ટેબ પર ચેતવણી મળતાં જ તેઓ પેસેન્જરની મદદે દોડી જાય છે.

વધુ જુઓ ...
અમદાવાદ (Ahmedabad news)નું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) દેશનું સૌપ્રથમ વીડિયો એનાલિટીક્સ દ્વારા મુસાફરોને મદદ કરતુ હવાઈમથક બન્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત આ વિશેષ સુવિધાથી મુસાફરોને 45 સેકેન્ડથી ઓછા સમયમાં મદદ મળી રહેશે. આ માટે એરપોર્ટ પર અત્યાધુનિક સ્માર્ટ ડિટેક્શન તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આધારે દેશમાં વિકસિત આ સર્વેલન્સ સર્વિસ દ્વારા શંકાસ્પદ મુસાફરોને શોધી કાઢવામાં પણ મદદ મળશે.

ડેસ્ક ઑફ ગુડનેસ સર્વિસનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો જેવા કે વરિષ્ઠ નાગરિકો, બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ અને વ્હીલચેરની જરૂરિયાતવાળા મુસાફરોને સેવા પ્રદાન કરવાનો છે. આ સિસ્ટમ પેસેન્જરના પડી જવા કે ભાગી જવા જેવી અસામાન્ય વર્તણૂંકોને ચપળતાથી શોધી કાઢે છે. ડેસ્ક ઑફ ગુડનેસને સ્માર્ટ ટેબથી સુસજ્જ એવા ગુડનેસ ચેમ્પિયન્સ સંચાલિત કરે છે અને મુસાફરોને મદદની જરૂર હોય ત્યાં તાત્કાલિક દોડી જાય છે.

આ તમામ ઘટના માટે ટીમને 45 સેકન્ડથી ઓછો સમય લાગે તેવી તાલીમ આપવામાં આવી છે.


અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર  જીત અદાણીએ જણાવ્યું હતું કે,"સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પેસેન્જર્સને મુસાફરીનો સુખદ અનુભવ મળી રહે તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- વિરાટ કોહલીએ 2011 વર્લ્ડ કપ જીતને આ રીતે યાદ કરી, કહ્યું-'35 રનનો સ્કોર મારી કારકિર્દીમાં સૌથી મૂલ્યવાન'

"AI આધારિત વીડિયો કન્ટેન્ટ એનાલિટિક્સ કટોકટીની સ્થિતિમાં પેસેન્જર સુધી પહોંચવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ એનાલિટિક્સ પદ્ધતિ હવાઈ પરિવહન ઉદ્યોગમાં ઓપરેશનલ ઇન્ટેલિજન્સ, પરિસ્થિતિલક્ષી જાગૃતિ ડ્રાઇવિંગની સલામતી અને કાર્યક્ષમતા વધારવામાં નવો માપદંડ સ્થાપિત થશે.

45 સેકન્ડથી ઓછા સમયમાં સહાયા AI આધારિત સિસ્ટમ સાથે સંકલિત સર્વેલન્સ કેમેરા ચોક્કસ અલ્ગોરિધમના આધારે મુસાફરોની વર્તણૂંકમાં કોઈપણ વિસંગતતા જોતા જ ચેતવણી આપે છે. ગુડનેસ ચેમ્પિયન્સને સ્માર્ટ ટેબ પર ચેતવણી મળતાં જ તેઓ પેસેન્જરની મદદે દોડી જાય છે. આ તમામ ઘટના માટે ટીમને 45 સેકન્ડથી ઓછો સમય લાગે તેવી તાલીમ આપવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Adani Group, Ahmedabad Airport Runway, Ahmedabad news, Gujarati news

विज्ञापन
विज्ञापन