Home /News /gujarat /

Ahmedabad Air Pollution: અમદાવાદની હવાથી બાળકોને શ્વાસની બીમારીઓનું ભયંકર જોખમ

Ahmedabad Air Pollution: અમદાવાદની હવાથી બાળકોને શ્વાસની બીમારીઓનું ભયંકર જોખમ

વાયુ પ્રદુષણ બાબતનો આ અભ્યાસ 18 મહિના સુધી ચાલ્યો હતો

Ahmedabad news: અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે, શિશુઓમાં ઓછા સુસંગત ફેફસાં, નાના શ્વસનમાર્ગ, છાતીની નબળી દીવાલ અને અપરિપક્વ રોગપ્રતિકારક શક્તિ હોય છે.

અમદાવાદ: પ્રદુષણના (air pollution) કારણે દેશ પર અનેક જોખમ ઉભા થયા છે. જેમાં સૌથી મોટું જોખમ માનવ જીવન પરનો ખતરો છે. વાયુ પ્રદુષણના કારણે શ્વાસને (breathing problem) લગતા રોગોનું પ્રમાણ વધ્યું હોવાની વાત બધા જાણે છે, ત્યારે રાજયના ટોચના શહેર અમદાવાદમાં (Air pollution in Ahmedabad) વાયુ પ્રદુષણ અતિગંભીર સ્તરે પહોંચી ગયું છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, અમદાવાદ શહેરનું વાયુ પ્રદૂષણ બાળકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહ્યું છે. છ વર્ષથી ઓછી વયના બાળકો પર થયેલ અભ્યાસમાં સંશોધકોએ જાહેર હોસ્પિટલમાંથી ડેટા એકત્રિત કર્યો હતો. આ ડેટા દર્શાવે છે કે, બાળકો પ્રદૂષણના સંપર્કમાં આવે ત્યારે પુખ્ત વયના લોકો કરતા વધુ પીડાય છે.

વાયુ પ્રદુષણ બાબતનો આ અભ્યાસ 18 મહિના સુધી ચાલ્યો હતો. જેમાં હોસ્પિટલમાં આવેલા 12,635 બાળ દર્દીઓમાંથી છ વર્ષથી ઓછી વયના 2,682 બાળકોને હવાના પ્રદૂષણને કારણે શ્વસનને લગતી બીમારીઓ અને ચેપ હોવાનું સામે આવ્યું હતું.

વધુ અહેવાલ મુજબ, WHO મુજબ બાળકો અને શિશુઓ 15 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટરથી વધુ પ્રદૂષણ સાથે સંપર્કમાં ન આવવા જોઈએ. પરંતુ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના નિયમોનું પાલન કર્યા છતાં પણ બાળકોને ત્રણ ગણા અથવા કેટલીકવાર પાંચ ગણા વધારે PM 2.5 પ્રદૂષણનો સામનો કરવો પડે છે. જેથી હવે રાજ્ય અને કેન્દ્ર પ્રદૂષણના ધોરણોની રચના કરતી વખતે બાળકોને ધ્યાનમાં લેવાની પદ્ધતિ રચવાનો સમય પાકી ગયો છે.

આ પણ વાંચો: કેરટેકરનની હત્યાનો ભેદ ઉકેલાયો, ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા મોબાઇલ ચાલુ કર્યો અને આરોપી ઝડપાયો

આ અભ્યાસ એએમસી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ મેડિકલ કોલેજ અને એલજી હોસ્પિટલના ડો. ખ્યાતી કક્કડ અને ચિરંતપ ઓઝાના નેતૃત્વમાં થયો હતો. અભ્યાસમાં તેમની સાથે આઇઆઇપીએચ-ગાંધીનગરની પ્રિયા દત્તા, દિલ્હી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપીની વર્ષા ચોરસિયા અને ગુરુગ્રામની પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની પ્રશાંત રાજપૂત પણ જોડાયા હતા.

આ પણ વાંચો: દિલ્હી કરતા અમદાવાદ શહેરની હવા બની અતિ પ્રદૂષિત

74.83 ટકા બાળકો વાહનના ધુમાડાના સંપર્કમાં આવ્યા

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, 2,682 બાળકોમાંથી લગભગ 30.6 ટકા બાળકો તમાકુના ધુમાડાના સંપર્કમાં આવ્યા હતા. અન્ય 74.83% બાળકો મુખ્ય માર્ગથી 500 મીટરથી ઓછા અંતરે રહેતા હતા, આમ તેઓ વાહનના ધુમાડાના સંપર્કમાં આવ્યા હતા. જ્યારે લગભગ 11.59 ટકા બાળકો ઇન્ડોર વાયુ પ્રદૂષણથી પ્રભાવિત થયા હતા. લગભગ 25 ટકા બાળકો આર્થિક રીતે નબળા વર્ગના હતા અને કાચા મકાનોમાં રહેતા હતા. જેમાંથી 20 ટકા બાળકોના ઘરમાં માત્ર એક જ બારી હતી. 2,682 બાળ દર્દી ઓમાંથી 1612 (60.1%) દમ-અસ્થમાની અસરનો અનુભવ કરી રહ્યા હતા. જ્યારે 1,070 (39.9%)ને નોન-વ્હેલિંગ ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું.

આ પણ વાંચો:  જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે, શિશુઓમાં ઓછા સુસંગત ફેફસાં, નાના શ્વસનમાર્ગ, છાતીની નબળી દીવાલ અને અપરિપક્વ રોગપ્રતિકારક શક્તિ હોય છે. આને કારણે તેઓ શ્વસન સંબંધી રોગો માટે વધુ સંવેદનશીલ બને છે.

આ અભ્યાસમાંથી બહાર આવેલી અન્ય એક રસપ્રદ માહિતી એ હતી કે, WHOની ભલામણ મુજબ શિશુઓએ PM 2.5 ના કણોના પ્રદૂષણના સ્તરમાં રહેવું જોઈએ નહીં, જે ઘનમીટર દીઠ 15 માઇક્રોગ્રામથી વધુ છે. જો કે, અમદાવાદમાં વાર્ષિક સરેરાશ PM 2.5 સાંદ્રતા 80.27 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતી!
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર