
અમદાવાદઃ અમદાવાદના નામાંકિત અગ્રવાલ ગ્રુપ પર તેમજ શહેરના જાણીતા જવેલર્સ પર ITના દરોડા પડ્યા છે.અગ્રવાલ ગ્રુપ સિવિલ કોન્ટ્રાક્ટરની પેઢી ધરાવે છે.અમદાવાદમાં સી.જી.રોડ પર આવેલી દિનેશ અગ્રવાલ અને શ્યામસુંદર અગ્રવાલની મુખ્ય ઓફિસમાં આઇટી દ્વારા તપાસ ચાલી રહી છે.કુલ 30 જગ્યાએ દરોડા અને સર્વેની કાર્યવાહી ચાલી રહી છે. અગ્રવાલ ગ્રુપના ડીસામાં રહેતા સંબંધીઓને ત્યાં ઉપરાંત દિલ્હી અને કલકત્તામાં પણ IT ત્રાટક્યું છે.