Home /News /gujarat /

'ટિફિન બહારથી કેમ મંગાવો છો, હું બનાવી આપીશ,' સામાન્ય વાતમાં આધેડે આવેશમાં આવીને પત્નીને માર્યો માર

'ટિફિન બહારથી કેમ મંગાવો છો, હું બનાવી આપીશ,' સામાન્ય વાતમાં આધેડે આવેશમાં આવીને પત્નીને માર્યો માર

આધેડે વૃદ્ધ પત્નીને માર્યો ઢોર માર

Ahmedabad Crime: અમદાવાદમાં હાલમાં એક આધેડ વયનાં પુરુષે આવેશમાં આવીને તેની પત્નીને એવો માર માર્યો કે તેનું નાક તુટી ગયું. આ મામલે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

અમદાવાદ: પતિ પત્નીના ઝઘડાઓ આજકાલ વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદ પોલીસનાં (Ahmedabad Police) ચોપડે નોંધાયો છે. એક વૃદ્ધા તેના બેકાર પતિ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ  (FIR) નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે, મારા પતિની ફરિયાદ હતી કે હું તેને ટાઈમે જમવાનું નથી બનાવી આપતી તેથી તેણે બહારથી ટિફિન મંગાવવાનું શરૂ કર્યું હતું. મને ચિંતા થતા તે પ્રેમ બતાવી કહ્યું કે, ક્યાં સુધી બહારનું જમશો હું બનાવી આપીશ તમને. આ વાતે પતિને ગુસ્સો આવી ગયો અને તેણેસ્વાભિમાની પણું બતાવતા કહ્યું કે, મારી ચિંતા કરવાની તારે જરૂર નથી તું તારુ કામ કર. હું મારી વ્યવસ્થા જાતે કરી લઇશ. આમ કહી પતિ આવેશમાં આવી ગયો અને પત્નીને માર માર્યો હતો. જેમાં પત્નીનું નાક તોડી નાખતા તેમાંથી લોહી નિકળવાં લાગ્યું હતું. જે બાદ મહિલાએ ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોડકદેવ જજીસ બંગલો પાસે એક એપાર્ટમેન્ટમાં બેકાર પતિ અને દીકરી તથા દીકરા સાથે રહી અન્ય ઘરે જઈ રસોઈ બનાવવાનું કામ કરે છે. વૃદ્ધાનો પતિ કોઈ કામધંધો ન કરતો હોવા છતાંય સ્વાભિમાનીપણું બતાવી બહારથી ટિફિન મંગાવીને ખાય છે. પતિ અવાર નવાર ટાઈમે જમવાનું નથી બનાવતી તેમ કહી તકરાર કર્યા કરતો હતો. ગઈકાલે વૃદ્ધા તેમના પતિ પાસે જઈ હું તમને જમવાનું બનાવી આપું ક્યાં સુધી બહારથી મંગાવી ખાશો તેમ કહેતા તે આવેશમાં આવી ગયો હતો.

આ પણ વાંચો-અમદાવાદ: શંકાશીલ પતિએ તમામ હદ વટાવી, સુંદર પત્નીને કોઇ સાથે વાતચીત કે ધાબે પણ એકલા જવાની મનાઇ

આવેશમાં આવેલા પતિએ અચાનક જ પત્નીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. પત્નીને જોરથી નાક પર ફેટો મારી દેતા તેમને ઇજાઓ પહોંચી અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ન્હાવા ગયેલા મહિલાનાં દીકરાને જાણ થતાં તેણે તેની બહેનને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં બને સંતાન આ વૃદ્ધાને હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર કરાવી હતી.

આ મામલે મહિલાએ પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસે મહિલાની તેના પતિ સામે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પતિ પત્નીના ઝગડા વધી રહ્યા છે. સૌ પ્રથમ પોલીસ પાસે આવા મામલા આવતા તેઓ સમાધાન કરાવી ઘર ન ભાંગે તેવા પ્રયાસ કરે છે પણ આખરે પોલીસ મહિલાઓની ફરીયાદ નોંધી કાર્યવાહી કરી મહિલાઓને ન્યાય અપાવે છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad police, Crime news, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર