Home /News /gujarat /

Ahmedabad Crime: પાગલ બની ફરાર મર્ડરનો આરોપી 19 વર્ષે પકડાયો, આરોપીની કહાની સાંભળી ચક્કર ખાઇ જશો

Ahmedabad Crime: પાગલ બની ફરાર મર્ડરનો આરોપી 19 વર્ષે પકડાયો, આરોપીની કહાની સાંભળી ચક્કર ખાઇ જશો

19 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ

Ahmedabad Crime News: સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) 19 વર્ષ બાદ ઝડપ્યો છે.

અમદાવાદ:  (Ahmedabad Crime News) સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) 19 વર્ષ બાદ ઝડપ્યો છે. 2003થી વોન્ટેડ આરોપીને પકડવા સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો હતો. જે આરોપી આટલા વર્ષોથી પાગલ હોવાનો ડોળ કરી છટકી રહ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે તે આરોપીને પકડ્યો તો તે પાગલ નહિ પણ સ્વસ્થ મળી આવ્યો. 19 વર્ષ બાદ કેવી રીતે મળ્યો હત્યાનો આરોપી તેની વાર્તા સાંભળી ખુદ પોલીસ ચોકી ગઈ હતી.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી દિનેશ વાળા છે. હત્યા કર્યા બાદ માનસિક અસ્થિર બનીને ઘરેથી નીકળી ગયો હતો. 19 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢમાં ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાંથી પકડ્યો છે. તો આરોપી પાગલ નહિ પણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વાત કરીએ તો 2003 માં આરોપી દિનેશ વાળા ની ભત્રીજી નું જયેશ ગોહિલ નામના યુવક સાથે પ્રેમ સબંધ હતો. જેની જાણ આરોપી દિનેશ અને તેના પરિવારને થતા તેઓએ જયેશને માર મારીને હત્યા કરી હતી. આ હત્યાના ગુનામાં અગાઉ દીનેશના 3 ભાઈઓ હસમુખ વાળા, દેવજી વાળા અને દિલીપ ઉર્ફે દિપક વાળની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે દિપક માનસિક અસ્થિર બનીને ઘરેથી નીકળી ગયો હતો. જે 19 વર્ષ બાદ સ્વસ્થ મળી આવ્યો છે.

પ્રેમ સંબંધ ની અદાવત માં જયેશ ગોહિલની હત્યા કરીને આરોપી દિનેશ અમદાવાદથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક પોલીસે આરોપીની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહિ. જ્યારે દિનેશ ના પરિવારે તે પાગલ હોવાથી ઘરેથી નીકળી ગયો હોવાની વાર્તા ઘડી. 19 વર્ષથી વોન્ટેડ આરોપી પકડાય અને મૃતક જયેશને ન્યાય મળે માટે તેના પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટ અમદાવાદ પોલીસ કમિશ્નર ને આરોપીને પકડવા હુકમ કર્યો હતો. આ હુકમ બાદ પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ના DCPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી હતી. અને ટેક્નિકલ સેલ તેમજ બાતમીના આધારે હત્યાના વોન્ટેડ આરોપી દિનેશ વાળાને ક્રાઇમ બ્રાન્ચે પકડીને જેલ હવાલે કર્યો છે.

પાગલ બનીને 19 વર્ષથી ફરાર થયેલ આરોપી પકડાયો ત્યારે તેના પૌત્રો સાથે મળ્યો અને આરોપી સ્વસ્થ હતો. અને તેને છુપાવવા અને ફરાર કરવામાં કોઈની સંડોવણી હોવાનું ખુલ્યું છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની મદદ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Gujarat News, અમદાવાદ, ગુનો

આગામી સમાચાર