સરખેજ અર્બન હેલ્થ સેન્ટર, અમદાવાદ ખાતેની ઓફિસમાં જ ACBએ કાર્યવાહી કરી છે.
Gujarat ACB Trap: આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે જે 22 માર્ચના રોજ ACB દ્વારા એક સાથે 3 જગ્યા ટ્રેપ કરવામાં આવી હતી અને જેમાં એક કેસ સુરત, એક કેસ જામનગર અને એક કેસ અમદાવાદમાં કરવામાં આવ્યો હતો.
એસીબી (Anti Corruption Bureau) દ્વારા અવાર નવાર લાંચિયા અધિકારીઓની ધરપકડ કરવામાં આવે છે તે છતાં લોકો બિન્દાસ લાંચ (Bribe) માંગીને ભ્રષ્ટચાર કરી રહ્યા છે. ACB એ અમદાવાદમાં આરોપી ફેમીદાબાનુ અબ્દુલભાઇ વ્હોરા, સરખેજ અર્બન હેલ્થ સેન્ટરના આયુષ્યમાન કાર્ડ (Ayushman Card)ના ઓપેરટર સરખેજ (sarkhej)ની ધરપકડ કરી છે. આરોપી મહિલા 200 રૂપિયાની લાંચ માંગી હતી અને લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયા છે. મહત્ત્વનું છે કે સરખેજ અર્બન હેલ્થ સેન્ટર, અમદાવાદ ખાતેની ઓફિસમાં જ ACBએ કાર્યવાહી કરી છે.
ગુનાની વિગતવાર વાત કરીએ તો આરોપી મહિલા સરખેજ ખાતેના અર્બન હેલ્થ સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરીના ઓપેરટર તરીકેની ફરજ બજાવતા હતા. તેઓએ ફરીયાદી પાસે તેમનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે કોઇ સરકારી ફી લેવાની રહેતી ન હોવા છતાં ફરીયાદી પાસે ગેરકાયદેસર રીતે 200 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હતા. તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી કે જે અનુસંધાને લાંચના છટકાનુ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. લ જે લાંચના છટકા દરમ્યાન આરોપી પંચ-1ની હાજરીમાં ફરીયાદી પાસેથી લાંચની રકમ 200 રૂપિયા હેતુલક્ષી વાતચીત કરી સ્વીકારી લાંચ લેતા રંગેહાથે પકડાઇ જતા ગુનો નોંધાયો છે.
ઉપરોક્ત આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે જે 22 માર્ચના રોજ ACB દ્વારા એક સાથે 3 જગ્યા ટ્રેપ કરવામાં આવી હતી અને જેમાં એક કેસ સુરત, એક કેસ જામનગર અને એક કેસ અમદાવાદમાં કરવામાં આવ્યો હતો. એસીબી દ્વારા આવા લાંચિયા અધિકારીઓને પકડવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને જાગૃત્તા માટે કાર્યક્રમ પણ કરવામાં આવે છે.