Home /News /gujarat /અમદાવાદમાં મહિલાએ જાહેરમાં એક વ્યક્તિને મારી દીધી છરી, મહિલાની હરકતથી મચ્યો ચકચાર

અમદાવાદમાં મહિલાએ જાહેરમાં એક વ્યક્તિને મારી દીધી છરી, મહિલાની હરકતથી મચ્યો ચકચાર

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime: પિડિત હિમાંશુ ભાઇનાં પિતાએ 108 બોલાવી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ આ મામલે પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે..અને આરોપી મહિલા સામે ભારતીય સંવેધાનિક કલમ 324 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે એવા સમાચાર સામે આવતા હોય છે કે કોઈ યુવતી અથવા મહિલા ઉપર કોઈ પુરુષે હુમલો કર્યો હોય કે પછી તેની સાથે ગેરવર્તન કર્યું હોય, પરંતુ અમદાવાદનાં દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ ઘટના સામે આવી છે અને જેમાં એક મહિલાએ જાહેરમાં એક વ્યક્તિને છરી મારી દેતા તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો છે. મહિલા એકદમ ઉશ્કેરાઈ ગઈ અને છરી મારી દીધી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી હિમાંશુ ભાઈ પોતાના પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ફરિયાદીનાં પડોશમાં રહેતા તેમના મિત્ર ચિરાગ પરમાર જેમને વેપારમાં રૂપિયાની જરૂર હોવાથી આશરે છ વર્ષ પહેલાં ફરિયાદીએ દોઢ લાખ આપ્યા હતા અને ત્યાર બાદ 60 હજાર રૂપિયા ચિરાગ ભાઇએ હિમાંશુ ભાઇને પરત આપી દીધા હતાં. પરંતુ 90 હજાર રૂપિયા માટે થોડા સમય પેહલા બન્ને વચ્ચે બોલાચાલી અને ઝગડો થયો હતો.

આ પણ વાંચો- રાજકોટ : સાહેબ તે મારી સામે જોઈ કતરાયો હતો, ગાળો ભાંડી હતી એટલે મે એને મારી નાખ્યો

વિગતવાર વાત કરીએ તો ગત 12 માર્ચના રોજ રાત્રીનાં સમય ફરિયાદીના ઘરની બાજુમાં મરણ થયેલ અને જેમાં બેસણું ચાલતું હતું. તે સમય ફરિયાદીનાં મિત્રની પત્ની ત્યાં હાજર હતી અને તે સમય ફરિયાદી હિમાંશુ પણ ત્યાં હજર હતો. અગાઉનાં ઝગડોની અદાવત રાખીને ફરિયાદી કાઈ સમજે તે પેહલા આરોપી મહિલાએ છરી કાઢીને ફરિયાદી ઉપર હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ બુમાબુમ થઇ જતા બીજા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને હિમાંશુ ભાઇનાં પરિવારજનોને બોલી લીધા હતાં.

હિમાંશુ ભાઇનાં પિતાએ 108 બોલાવી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ આ મામલે પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે..અને આરોપી મહિલા સામે ભારતીય સંવેધાનિક કલમ 324 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Knife attack, અમદાવાદ ક્રાઇમ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો