અમદાવાદમાં (Ahmedabad GST Scam)મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજો રજુ કરી ખોલેલા બેંક અકાઉન્ટમાં કરોડોના વ્યવહાર થતા સ્ટેટ જીએસટી (Stat GST)ની ટીમ પણ ચકરાવે ચડી છે, તો બીજી તરફ 3 વર્ષ બાદ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે.
અમદાવાદના શાહપુર પોલીસ (Shahpur police) મથકે ફરિયાદ નોંધાઈ છે કે મૃત વ્યક્તિના નામે બોગસ ભાડા કરાર બનાવી સરકાર અને ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. શાહપુરના રહેવાસી અને દરજી કામ કરતા વાસુભાઈ તિવરે ફરિયાદ નોંધાવી છે કે, તેમણે બેંક અકાઉન્ટ ખોલવા માટે જે દસ્તાવેજો આપ્યા હતા. તેનો ખોટો ઉપયોગ કરી તેમના મૃત પિતાના નામે ખોટા ભાડા કરાર બનાવી વાસુદેવ ટ્રેડર્સના નામે અકાઉન્ટ ખોલી કરોડોના વ્યવહાર કરવામાં આવ્યા છે. જે અંગે જીએસટી વિભાગની નોટીસ આપતા મામલો સામે આવ્યો છે. જે અંગે શાહપુર પોલીસે પંકજ રાજપુત વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચાંદખેડાના રહેવાસી આરોપી પંકજ રાજપુતે ફરિયાદીને બેંકમાથી 5 લાખની લોન અપાવવાના બહાને બેંકનુ ખાતુ ખોલાવી 150 કરોડના વ્યવહારો કર્યા છે. સાથે જ તેમના પિતાના મૃત્યુના 4 મહિના બાદનુ ભાડા કરાર રજૂ કરાયું હતું. જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનુ સામે આવ્યુ છે. આ ઉપરાંત 150 કરોડના વ્યવહારો અંગે રાજ્ય સરકાર સાથે પણ ટેક્સ ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે શાહપુર પોલીસ તપાસ કરી રહી છે.
ફરિયાદી અને રાજ્ય સરકાર સાથે છેતરપિંડીના આ ગુનામાં 3 વર્ષની લડત બાદ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા અને કોર્ટના આદેશ બાદ 3 મહિના વિત્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. ત્યારે આ કેસમાં પંકજે અન્ય 3 લોકોની સાથે પણ છેતરપિંડી કરી હોવાનુ સામે આવ્યું છે. હવે તો પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ બન તેવું લાગી રહ્યું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર