Home /News /gujarat /Ahmedabad News: અમદાવાદ શહેરમાં સિનિયર સિટીઝનોને લૂંટતી ગઠિયાઓની ગેંગ સક્રિય થઇ

Ahmedabad News: અમદાવાદ શહેરમાં સિનિયર સિટીઝનોને લૂંટતી ગઠિયાઓની ગેંગ સક્રિય થઇ

અમરાઈવાડી બાદ મેઘાણીનગરમાં પણ વૃદ્ધ મહિલાને લૂંટી ગઠીયાઓ ફરાર થયા.

Ahmedabad Gold Theft: અમરાઈવાડી બાદ મેઘાણીનગરમાં પણ આવો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક જ મોડસઓપરેન્ડી સાથે સિનિયર સિટિઝનને લૂંટતી ગેંગ એક્ટિવ થઇ હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ શહેર (Ahmedabad)માં સિનિયર સિટીઝન (Senior Citizen)ને લાલચમાં લાવીને કાગળના બંડલો અસલી ચલણી નોટોના નામે પધરાવી સોનાના દાગી (Gold Theft)ના પડાવી લેતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એક જ અઠવાડિયામાં આ બીજો બનાવ સામે આવ્યો છે. અમરાઈવાડી બાદ મેઘાણીનગરમાં પણ આવો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક જ મોડસઓપરેન્ડી સાથે સિનિયર સિટિઝનને લૂંટતી ગેંગ એક્ટિવ થઇ હોય તેવું લાગી રહ્યું છે.

મેઘાણી નગર ભાર્ગવ રોડ વિસ્તારમાં રહેતા આઇચૂકીબેન પ્રજાપતિ આજે સવારે ભાર્ગવ રોડ યમુના સોસાયટી પાસે આવેલ રામજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતાં ત્યારે બે અજાણ્યા ઈસમો તેમને મળ્યા હતા. અને 'માજી સુરત જાના હૈ બસ કહા સે મિલેંગી' તેમ પૂછ્યું હતું. જેથી ફરિયાદી એ તેઓને સૈજપુર ટાવર જવા માટે કહ્યું હતું. આ સમયે બીજા ગઠીયાએ કહ્યું હતું કે માજી મેરે પાસ પાંચ લાખ રૂપિયા હૈ, તુમ મુઝે ગલે મેં પહેરેલ સોને કી ચેન દેદો, મેં તુમ્હે પાંચ લાખ રૂપિયા દુંગા. આમ એક ગ્રે કલરના કાપડમાં વીંટાળેલું ચલણી નોટોનું બંડલ આપ્યું હતું. જેમાં ઉપર પાંચસોની નોટ દેખાતી હતી. જેથી ફરિયાદી વૃદ્ધા લાલચમાં આવી ગયા હતા. અને તેમણે પોતે પહેરેલ રૂપિયા એક લાખની સોનાની ચેન આપી દીધી હતી. જ્યારે બીજા ગઠીયાએ સોનાની વીંટી માંગતા ફરિયાદીએ વીંટી પણ કાઢીને આપી દીધી હતી. બાદમાં ગઠીયાએ કાપડમાં વીંટાળેલું ચલણી નોટોના બંડલમાંથી પાંચસોની નોટ કાઢીને બીજાને ગઠીયાને રિક્ષામાં બેસાડીને આવું છું. તેમ કહીને વૃદ્ધાને સામેના રોડ પર જવા માટે કહ્યું હતું.

જો કે બાદમાં બંને ગઠીયાઓ પલાયન થઈ જતાં ફરિયાદીએ બંડલમાં તપાસ કરતા એક પૂંઠાનીચે કાગળનું બંડલ હતું. જે અંગે ની જાણ થતા ફરિયાદીએ તેના પુત્રને સમગ્ર ઘટનાની જાણ કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- Surat Murder case: સુરતના ઉધના રેલવે યાર્ડમાં 7 મહિનાની ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, CCTV આવ્યા સામે

ત્યાં જ આ પહેલા અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પુષ્પાબેન રાજપુત નામના વૃદ્ધા 10મી માર્ચે લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ તેમની ભત્રીજીના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન અંબિકા રોડ પર આવેલ અમી અખંડ આનંદ સોસાયટીના નાકા પર 25 વર્ષીય એક યુવાન તેમની પાસે આવ્યો હતો અને માસી સુરતની બસ ક્યાંથી મળશે એવું પૂછ્યું હતું. જો કે તરત જ પાછળથી બીજો એક યુવાન આવ્યો હતો. અને માસી ક્યા હુઆ કહીને આ બંને ગઠિયાઓ બસ વિશે વાતચીત કરવા લાગ્યા હતા. જેમાંથી એક ગઠિયાએ ફરિયાદી વૃદ્ધાને કહ્યું હતું કે હું ગાંધીનગરમાં ટીવીની દુકાનમાં નોકરી કરું છું અને મારા હાથે ટીવી તૂટી ગયેલ છે. જેથી શેઠ મારશે એવી બીકથી તે દુકાનમાં પડેલ રૂપિયાનું બંડલ લઈને નીકળી ગયા હતા.

આ પણ વાંચો- ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં ડેમોના તળિયા દેખાયા, વિધાનસભાની ચૂંટણીમાં પાણીની તંગી બનશે મોટો મુદ્દો

જો કે ઘણો સમય વીતી ગયા બાદ પણ આ ગાઠીયો પરત ના આવતા વૃદ્ધાએ બંડલ ખોલીને જોતા તેમાં રૂપિયાના બદલે કાગળ ના ટુકડા હતાં. જ્યારે જે રૂમાલમાં ચેન મૂકી હતી, તે રૂમાલ ચેક કરતા ચેન પણ મળી આવેલ ના હતી. વૃદ્ધા એ આસપાસમાં તપાસ કરતા બંને ગઠિયાઓનો પણ કોઈ પત્તો લાગ્યો ના હતો. જે અંગેની જાણ પોલીસને કરતા હાલમાં પોલીસે વૃદ્ધાની ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad news, Gold theft, અમદાવાદ ન્યૂઝ, અમદાવાદ પોલીસ