અમદાવાદઃ અસલાલી રિંગ રોડ સર્કલ પાસે પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રકમાંથી R.R.સેલે મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યાની માહિતી મળી છે. દારૂ લાવનાર ટ્રક-ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ક્લિનર ફરાર થવામાં સફળ થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના અસલાલી રિંગ રોડ સર્કલ પાસે પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રકમાંથી R.R.સેલે મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત આશરે રૂ 58 લાખ આસપાસ થાય છે. ટ્રક-ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ક્લિનર ફરાર થવામાં સફળ થઈ ગયો છે. ડ્રાઇવર અને ક્લિનર બંને ઉત્તરપ્રદેશના હોવાનું ખૂલ્યું છે.
31 ડિસેમ્બર પહેલાં જ R.R.સેલે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આર. આર. સેલને મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપવાની સફળતા મળી છે. આર. આર. સેલ દ્વારા હજી પણ ગુજરાતમાં 31 ડિસેમ્બર પહેલાં મોટા જથ્થામાં દારૂ આવવાની શક્યતા જોવાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર