અમદાવાદ દાણીલીમડા ખાતે રહેતા શેખ પરિવારનો પુત્ર મહેફૂઝ 5 વર્ષ પહેલા યુપીના સુલ્તાનપુરથી ગુમ થયો. ત્યારે તેની ઉંમર હતી માત્ર 6 વર્ષ, અને હવે 5 વર્ષ બાદ શેખપરિવારનો લાડકવાયો તેમને પરત મળી જતા શેખ પરિવારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે મહેફૂઝ અને તેના પરિવારની 5 વર્ષની શું રહી દાસ્તાન. જોઈએ આ અહેવાલમા.
દાણીલીમડામાં રહેતો શેખ પરિવાર 5 વર્ષ પહેલા યુપીમાં લગ્નપ્રસંગે જતો હતો.ત્યારે 6 વર્ષનો મહેફૂઝ સુલ્તાનપુર રેલવે સ્ટેશનથી ગૂમ વિખુટો પડી ગયો,,અને ભૂલથી કોલકાત્તાની ટ્રેનમા બેસી ગયો,,જેને બેગુસરાયતી ટીસીએ પકડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મહેફૂઝને પટણાના બાળ કલ્યાણ સમિતિની સંસ્થામાં મોકલી આપ્યો, પરંતુ સંસ્થા તરફથી વાલીને શોધવા કોઈ પ્રયાસ ન થયા. પરીણામે 5 વર્ષ મા-બાપ વગર એક પુત્રએ વિતાવવાનો વારો આવ્યો. 1 વર્ષ પહેલા પટણા હાઈકોર્ટના જસ્ટીસે સંસ્થાની વિઝીટ કરી અને સંસ્થાને બાળકના પરીવારને શોધી કાઢવા ઓર્ડર કર્યો. ત્યારબાદ ત્યાંની સંસ્થાએ અમદાવાદની ચાઈલ્ડલાઈન સંસ્થાનો સંપ્રક કર્યો. મહેફુઝની ક્રોસ ઈનક્વાયરી થઈ અને તે અહીંના શેખ પરીવારનો હોવાની પુષ્ટી થઈ.
અનેક વારની મહેફુજની રજુઆત બાદ પણ સંસ્થા દ્વારા તેના પરીવારને શોધવાની કોઈ કવાયત હાથ ન ધરાઈ. જો કે જજની વીઝીટ અને જજ સામે મહેફુઝની રજૂઆત રંગ લાવી, અને એડવોકેટ નૌમાન ઘાંચી જેવા સમાજસેવી વ્યક્તિએ આખા કેસની જવાબદારી લઈ બાળકને બાળ કલ્યાણ સંસ્થામાંથી પરીવાર સુધી પહોચાડયો. જો કે સંસ્થાએ કેમ વર્ષોથી સુધી કોઈ પ્રયાસો ન કર્યા તે મોટો સવાલ છે.
વકીલના મતે માત્ર ફંડીગ માટે કાર્યો કરતી આવી સંસ્થાઓ તેમને ત્યાં બાળકો વધે અને ફંડીગ વધુ મળે તેમાં જ રસ લેતી હોય છે, અને પરીણામે આવા કેટલાય બાળકો તેમના પરીવારથી દૂર રહેવા મજબૂર બન્યા છે. આ દિશામાં પણ સરકાર વિશેષ કદમ ઉઠાવે તે જરુરી છે. હાલ મહેફુઝ તેના ઘરે મહેફુઝ રીતે પરત ફર્યો છે, અને ઘરમાં ઈદ વગર ઈદનો માહોલ સર્જાયો છે.