અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળેથી સીડી પર લપસી જવાથી સાડાચાર વર્ષના બાળકના મોતના સમાચાર મળ્યા છે. ઇડરથી સારવાર માટે બાળકનો પરિવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો.
મળતી વધુ વિગત મુજબ, અમદાવાની સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળેથી સીડી પર લપસી જવાથી સાડાચાર વર્ષના બાળકનું નીચે પડી જવાથી મોત થયું હતું. બાળક સીડી પરથી ચાલી રહ્યું હતું ત્યારે સીડીની બાજુમાં ખુલ્લી રહેતી જગ્યામાંથી નીચે પડી જવાથી ઘટનાસ્થળે મોત થયું છે. બાળકનું નામ રાહુલ મારવડી છે. બાળકનો પરિવાર સારવાર અર્થે ઇડરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.