Home /News /gujarat /અમદાવાદ: અલગ-અલગ 17 બેંકમાંથી મળી રૂ. 11.36 લાખની નકલી નોટ

અમદાવાદ: અલગ-અલગ 17 બેંકમાંથી મળી રૂ. 11.36 લાખની નકલી નોટ

અમદાવાદની અલગ અલગ ૧૭ બેંકો માંથી રૂ ૧૧.૩૬ લાખની નકલી નોટો મળી આવી છે. એસઓજીએ રૂ ૧૦૦, ૫૦૦ અને ૨૦૦૦ના દરની કુલ ૩૩૫૯ નકલી નોટો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુદી જુદી ૧૭ બેંકોમાં ગ્રાહકો દ્વારા ભરવાં આવતી કેસમાંથી રૂ ૧૧.૩૬ લાખની નોટો મળી આવતા એસ ઓ જીએ ગુનો નોંધ્યો છે. રૂ. ૨૦૦૦ના દરની ૨૩૧ નોટ, રૂ. ૫૦૦ના દરની ૧૪૧ નોટ, રૂ. ૧૦૦ના દરની ૨૨૮૬ નોટ, રૂ. ૫૦ના દરની ૨૧૨ નોટ, રૂ. ૨૦ના દરની ૪ નોટ અને રૂ. ૧૦ના દરની ૩ નોટ મળી રૂ. ૧૧.૩૬ લાખની કુલ ૩૩૫૯ નકલી નોટો કબ્જે કરી એસ ઓ જીએ ગુનો નોંધ્યો છે.

એસઓજી એ સી પી. બી.સી. સોલંકીએ જણાવ્યું કે, છેલા બે મહિનામાં ૧૭ બેંકોમાંથી રૂ. ૧૧ લાખથી વધુની નોટો મળી આવી છે. તમામ દરજ્જાની નોટો મળી આવી છે. જે મામલે ગઈ કાલે અમે ગુનો નોંધ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં કોઈ પણ શખ્સ ફેક કરન્સી સાથે પકડાય છે તેને આ સાથે જોડી તપાસ કરવામાં આવે છે.

અલગ અલગ બેંકોમાં ગ્રાહકો દ્વારા રોજે રોજ કેસ ભરવામાં આવતી હોય છે. આ કેસમાંથી ૧૭ જેટલી બેન્કમાંથી છેલા બે મહિનામાંજ રૂ. ૧૧.૩૬ લાખની નકલી નોટો મળી આવી છે. ઉલ્લેખનીય છે દિવાળીના સમયે આ નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં ફરતી થતી હોય છે અને ત્યાર બાદ ગ્રાહકો પાસે જતા તે લોકો બેન્કમાં જમા કરાવતા હોય છે. સામાન્ય પણે આ નકલી નોટો ભારતીય ચલણ જેવી જ દેખાતી હોય છે પરંતુ ટેક્નિકલ વ્યુ સિવાય આ નોટને જલ્દી ઓળખી શકાતું નથી, જાન્યુઆરી મહિનામાં પણ અલગ અલગ બેંકોમાંથી રૂ. ૨૦ લાખની નકલી નોટો મળી આવી હતી.

દેશના અર્થતંત્રને આ નકલી નોટોથી ખુબ જ મોટું નુકશાન પહોંચી શકે છે. બજારોમાં ફરતી આ નકલી નોટો આખરે બેન્કમાં જમા થતા બેન્કના અધિકારીઓ પણ આ નકલી નોટોને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. હાલ તો એસ ઓ જી એ આ નકલી નોટો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટોરી - દિપક સોલંકી
First published:

Tags: Different, Fake notes, Found, અમદાવાદ