સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પર અહેમદ પટેલનું ટ્વિટઃ 'આ ચીનના કામદારો છે કે પર્યટકો?'
સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પર અહેમદ પટેલનું ટ્વિટઃ 'આ ચીનના કામદારો છે કે પર્યટકો?'
પ્રતિકાત્મક તસવીર
ગુરુવારે મધ્ય પ્રદેશની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ સ્ટેસ્યૂ ઓફ યુનિટિ પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, ગુજરાતમાં બનેલી સરદાર પટેલી મૂર્તિ 'મેડ ઇન ચાઇના' છે.
ન્યૂઝ18 ગુજરાતીઃ એક દિવસ પહેલા જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરદાર સરોવર ડેમ ખાતે આકાર પામી રહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટિ અંગે ટિપ્પણી કરી હતી. આ મામલે હવે કોંગ્રેસના પીઢ નેતા તેમજ કોંગ્રેસ પક્ષના ખજાનચી અહેમદ પટેલે ટ્વિટ કરીને સવાલો ઉઠાવ્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બની રહી છે. આ મૂર્તિનું આગામી 31મી ઓક્ટોબરના રોજ લોકોર્પણ કરવામાં આવશે.
અહેમદ પટેલે બે તસવીરો પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યો કે શું તેઓ ચીનના કારીગરો છે કે પછી ચીનના પર્યટકો? હકીકતમાં અહેમદ પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે કામ કરી રહેલા કામદારોની બે અલગ અલગ તસવીર પોસ્ટ કરી છે. આ બંને તસવીરમાં ચીનના નાગરિકો જેવા દેખાતા કામદારો નજરે પડી રહ્યા છે. આ તસવીર પર તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું તેઓ ચીનના ચીનના કામદારો છે કે પછી તેઓ ચીનમાંથી આવેલા પ્રવાસીઓ છે?
અહેમદ પટેલે ટ્વિટ કરેલી તસવીર
રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
ગુરુવારે મધ્ય પ્રદેશની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ સ્ટેસ્યૂ ઓફ યુનિટિ પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, ગુજરાતમાં બનેલી સરદાર પટેલી મૂર્તિ 'મેડ ઇન ચાઇના' છે. રાહુલે કહ્યુ કે, "ગુજરાતમાં સરદાર પટેલની જે મૂર્તિ બની રહી છે તે આપણા શર્ટ અને બૂટની જેમ 'મેડ ઇન ચાઇના' હશે."
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો રાહુલ પર પલટવાર
સ્ટેચ્યૂ ઓફ યુનિટિ અંગે રાહુલ ગાંધીના નિવેદન પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલટવાર કર્યો હતો. વિજય રૂપાણીએ જણાવ્યું કે, નાખુશ લોકો આવા જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. તેમના જુઠ્ઠાણાથી સત્ય બદલાઈ નહીં જાય. આ મામલે આકરી પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે કહ્યુ કે, રાહુલ ગાંધીમાં ઈટાલીનું લોહી વહેતું હોવાથી તેમને 'મેડ ઇન ઇટાલી' કહી શકાય.
ખાતરી સમિતિએ લીધી સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાત
શુક્રવારે વિધાનસભાની ખાતરી સમિતિએ સરદાર સરોવર ડેમ ખાતે બની રહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાત લીધી હતી. 12 સભ્યોની ટીમમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. વિરજી ઠુમ્મર, શશીકાંત પંડ્યા, વલ્લભ કાકડીયા, આશાબેન પટેલ સહિતના ધારાસભ્યોએ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત મુલાકાત લીધી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર