Home /News /gujarat /

રાહુલજીએ વ્યંગ્યમાં મસૂદ અઝહરના નામ પાછળ "જી" લગાવ્યું હતું : અહેમદ પટેલ

રાહુલજીએ વ્યંગ્યમાં મસૂદ અઝહરના નામ પાછળ "જી" લગાવ્યું હતું : અહેમદ પટેલ

અહેમદ પટેલ (ફાઇલ તસવીર)

"સરકાર વિવિધ મુદ્દે નિષ્ફળ રહી છે. આ મુદ્દાઓને ઢાંકવા માટે જ આતંકવાદ, ઉગ્રવાદ જેવા મુદ્દાઓ કાઢવામાં આવ્યા છે. આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડતાં લડતાં અમારા નેતાઓએ જીવ ગુમાવ્યા છે."

  ન્યૂઝ18 ગુજરાતી : CWCની બેઠકમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. બેઠક શરૂ થયા પહેલા કોંગ્રેસના નેતા અહેમદ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા બેઠકને લઈને અનેક ખુલાસા કર્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસની આ બેઠકને રાજનીતિ સાથે જોડવામાં ન આવે. સાથે જ તેમણે રાહુલ ગાંધીએ મસૂદ અઝહરને "જી" કહીને કરેલા સંબોધન અંગે પણ ખુલાસો કર્યો હતો.

  CWCને રાજનીતિ સાથે ન જોડો

  CWC બાબતે માહિતી આપતા કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, "12મી માર્ચે ગાંધીજીએ દાંડી યાત્રા શરૂ કરી હતી. આ પહેલા રાજીવ ગાંધી, સોનિયા ગાંધી પણ અહીં આવી ચુક્યા છે. ગુજરાત એ સરદાર પટેલની જન્મ અને કર્મભૂમિ રહી છે. મહાત્મા ગાંધી પણ ગુજરાતમાંથી આવે છે. અલગ અલગ રાજ્યમાં કાર્ય સમિતિની બેઠક કરવી એ એક પ્લાન હતો. આ બેઠક તેનો ભાગ છે. આને રાજનીતિ સાથે ન જોડો."

  આ પણ વાંચો : હું અમિત શાહ અને PM મોદી જેવો અહંકારી નથી, શહીદો પર રાજનીતિ નહીં: શક્તિસિંહ

  CWCથી કોંગ્રેસ કોઈ મેસેજ નથી આપવા માંગતી

  આ પહેલા 2014ના વર્ષમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી ત્યારે કોંગ્રેસ શું સંદેશ આપવા માંગે છે તેવા સવાલના જવાબમાં અહેમદ પટેલે કહ્યુ કે, "59 વર્ષ પહેલા અહીં CWCની બેઠક મળી હતી. 12 માર્ચ હોવાથી ગુજરાતથી અમે શરૂઆત કરી રહ્યા છીએ. આ મામલે મોદી કે ગુજરાત મોડલ સાથે આ બેઠકને જોડવાની કોઈ જરૂર નથી."

  અનેક મુદ્દે લડીશું ચૂંટણી

  કોંગ્રેસ પાર્ટીના ચૂંટણીના મુખ્ય મુદ્દા શું રહેશે તે અંગે વાત કરતા અહેમદ પટેલ કહ્યુ કે, "સરકાર વિવિધ મુદ્દે નિષ્ફળ રહી છે. આ મુદ્દાઓને ઢાંકવા માટે જ આતંકવાદ, ઉગ્રવાદ જેવા મુદ્દાઓ કાઢવામાં આવ્યા છે. આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડતાં લડતાં અમારા નેતાઓએ જીવ ગુમાવ્યા છે. તેનાથી વિપરિત આ લોકો તો આતંકી મસૂદ અઝહરને કંધહાર સુધી મૂકી આવ્યા હતા. એટલું જ નહીં પૈસા પણ આપીને આવ્યા હતા."

  આ પણ વાંચો : હું લોકસભાની ચૂંટણી નહીં લડું : દિનશા પટેલની જાહેરાત

  રાહુલે વ્યંગ્યમાં મસૂદ અઝહારના નામ પાછળ 'જી' લગાવ્યું

  તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકી મસૂદ અઝહરને "મસૂદ અઝહરજી" કહીને સંબોધ્યો હતો. આ મામલે બીજેપી તરફથી તેમની આકરી ટીકા કરવામાં આવી હતી. આ મામલે નિવેદન આપતા અહેમદ પટેલે કહ્યુ કે, "રાહુલ ગાંધીએ વ્યંગ્યમાં આતંકી મસૂદ અઝહર પાછળ "જી" લગાવ્યો હતો. તેનાથી એ વાત સાબિત થતી હતી કે ભાજપ માટે તે કેટલો મહાન વ્યક્તિ હતો. આટલી સામાન્ય વાત પણ કોઈને નથી સમજાતી તો એમાં તેમનો દોષ છે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Election 2019, Lok sabha election 2019, Masood-azhar, Pulwama, અહેમદ પટેલ, આતંકી, જૈશ-એ-મોહમ્મદ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन