પ્રણવ પટેલ, અમદાવાદ ખનિજ ચોરીના કેસમાં 2 વર્ષ અને 9 મહિનાની સજા થતા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે આહિર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરી અને મોરચો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢમાં મળેલી આહિર સમાજની બેઠકમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડના સમર્થનમાં આહિર સમાજે શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કર્યુ છે. આગામી 17મી માર્ચે આહિર સમાજ વેરાવળમાં એક વિશાળ કાર્યક્રમ યોજી અને શક્તિ પ્રદર્શન કરશે. આહિર સમાજ દ્વારા શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભગવાન ભાઈના સસ્પેન્સન મુદે તેમણે હાઇકોર્ટમાં સરકારના નિર્ણયને પડકારતી અરજી કરી છે. કોંગ્રેસે અગાઉ આ મુદ્દે સ્પષ્ટ જણાવ્યું હતું કે તે રાજ્યવ્યાપી પ્રદર્શન કરી અને આ મુદ્દે વિરોધ કરશે.