Home /News /gujarat /

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ: એસપી ત્યાગીના ખુલાસાથી મનમોહનના પીએમઓ સામે સવાલ

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ: એસપી ત્યાગીના ખુલાસાથી મનમોહનના પીએમઓ સામે સવાલ

3,767 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં વાયુસેનાના પૂર્વ પ્રમુખ એસપી ત્યાગી અને અન્ય સામે 14 ડિસેમ્બર સુધી કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઇ)ની હિરાસતમાં મોકલાયા છે. એસપી ત્યાગીના વકીલે નવી દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યું રે, વીવીઆઇપી હેલિકોપ્ટર ઉડાવવાની લઘુત્તમ ઉંચાઇ મર્યાદા વડાપ્રધાન કાર્યાલયની સલાહ બાદ ઘટાડવામાં આવી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #3,767 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં વાયુસેનાના પૂર્વ પ્રમુખ એસપી ત્યાગી અને અન્ય સામે 14 ડિસેમ્બર સુધી કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઇ)ની હિરાસતમાં મોકલાયા છે. એસપી ત્યાગીના વકીલે નવી દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યું રે, વીવીઆઇપી હેલિકોપ્ટર ઉડાવવાની લઘુત્તમ ઉંચાઇ મર્યાદા વડાપ્રધાન કાર્યાલયની સલાહ બાદ ઘટાડવામાં આવી હતી.

હિરાસતની માંગ કરનાર સીબીઆઇની અરજીનો વિરોધ કરતાં ત્યાગીના વકીલ એન હરિહરને કોર્ટને કહ્યું કે, તત્કાલિન વડાપ્રધાન કાર્યાલયે હેલિકોપ્ટરોને ઉડવાની લઘુત્તમ ઉંચાઇ 4500 મીટર કરાઇ હતી જે પહેલા 6000 મીટર હતી.

જોકે અદાલતે આ દલીલોને નકારતાં સીબીઆઇને ત્યાગી, એના સબંધી સંજીવ ત્યાગી ઉર્ફે જુલી ત્યાગી તથા દિલ્હીના એક વકીલ ગૌતમ ખેતાનની પુછપરછ કરવા 14 ડિસેમ્બર સુધી મંજૂરી આપી છે.એજન્સીને પુછપરછ કરવા માટે આરોપીઓની 10 દિવસની હિરાસત માંગી હતી.
First published:

Tags: ઓગસ્ટા વેસ્ટલેન્ડ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ, સીબીઆઇ, હેલિકોપ્ટર ખરીદી કૌભાંડ

આગામી સમાચાર