પેટ્રોલ- ડીઝલના ભાવને કારણે લોકો ત્રાહીમામ થયા છે હાલ તો તેના ભાવ ઓછા થાય તેવા કોઇ આસાર દેખાઇ નથી રહ્યાં. ત્યારે હવે ગેસ અને સીએનજીના પણ ભાવમાં વધારો થયો છે. જેના કારણે આગામી સમયમાં લોકોને વધારે મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે જનતાની એક જ માંગ છે કે સરકાર હવે તો કંઈ કરો.
પેટ્રોલ ડીઝલના ભાવમાં મંગળવારે પણ 12 પૈસા અને 16 પૈસાનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ 83.85 રૂપિયે લિટર જ્યારે ડીઝલ 75.25 રૂપિયા લીટર વેચાઇ રહ્યું છે. આ બધાની સાથે ખાતર પણ મોઘું થયું છે.
જાણો રાજ્યમાં સીએનજીનો ભાવ
આજે અમદાવાદમાં 54 રૂપિયા છે જ્યારે સૌથી મોંઘુ સીએનજી અરવલ્લી અને સાબરકાંઠામાં 54.90 રૂપિયાના ભાવનું મળી રહ્યું છે. આ ઉપરાંત બસાકાંઠામાં 54.50 રૂપિયાના ભાવનું વેચાઇ રહ્યું છે જ્યારે ભરૂચ, સુરત અને તાપીમાં 54.70 54.90 રૂપિયાના ભાવનું વેચાઇ રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો
રાજ્યમાં સૌથી મોંધુ પેટ્રોલ ડીઝલ ગીર-સોમનાથમાં મળી રહ્યું છે. જ્યાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.84.40 અને ડીઝલ રૂ.82.22 વેચાઇ રહ્યું છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલ રૂ.83.32 અને ડીઝલ રૂ.80.82 પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. ભાવનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.84.11 અને ડીઝલ રૂ.81.92 પ્રતિ લીટરનો ભાવ છે. અમરેલીમાં પેટ્રોલ રૂ.83.50 અને ડીઝલ રૂ.81.33 પ્રતિ લીટર મળી રહ્યું છે. આણંદમાં પેટ્રોલ રૂ.82.89 અને ડીઝલ રૂ.80.71 પ્રતિ લીટર મળી રહ્યું છે. ભરૂચમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.83.35, ડીઝલ રૂ.81.16નો ભાવ ચાલી રહ્યો છે. ભૂજમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.83.20 અને ડીઝલ રૂ.81.02 મળી રહ્યો છે. દાહોદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.83.86 અને ડીઝલ રૂ.81.67નો ભાલ છે. રાજકોટમાં પેટ્રોલ રૂ.82.82 અને ડીઝલ રૂ.80.65 પ્રતિ લીટર, સુરતમાં પેટ્રોલ રૂ.83.01, ડીઝલ રૂ.80.85 પ્રતિ લીટર, સુરેન્દ્રનગરમાં પેટ્રોલ રૂ.82.72 અને ડીઝલ રૂ.81.53 પ્રતિ લીટર અને વડોદરામાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.82.73 અને ડીઝલ રૂ.80.55 મળી રહ્યું છે.