Home /News /gujarat /

head clerk paper: પેપર લીક થયા બાદ આજે હેડકલાર્કની પરીક્ષા, ગેરરીતિ અટકાવવા પહેલીવાર અમલી થયો નવો નિયમ

head clerk paper: પેપર લીક થયા બાદ આજે હેડકલાર્કની પરીક્ષા, ગેરરીતિ અટકાવવા પહેલીવાર અમલી થયો નવો નિયમ

આ વખતે તંત્રએ સૌથી વધુ તકેદારી રાખી છે.

GSSSB news : તંત્ર દ્વારા પેપર લિક થયા બાદ જીપીએસસી પેટર્નથી પરીક્ષા લેવાઈ રહી છે.

અમદાવાદ: પેપરલીકની (Gujarat paper leak) ઘટના બાદ ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફરી એકવાર વર્ગ 3 હેડ ક્લાર્કની પરીક્ષા (head clerk exam 2022) લેવાઈ. પણ આ વખતે તંત્રએ સૌથી વધુ તકેદારી રાખી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વખતે હેડકલાર્કની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. જે મુજબ જો કોઈ ઉમેદવાર OMR શીટમાં એકપણ પ્રશ્નનો જવાબ આપતો નથી તો એની OMR શીટના તમામ જવાબોના વિકલ્પ પર પેનથી આડી લાઇન કરવા પરીક્ષા કેન્દ્રો પર જાણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 12 ડિસેમ્બરે હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા યોજાઈ હતી. જેમાંથી 88,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ પેપરલીક થવાને કારણે પરીક્ષા રદ કરાઈ હતી.

આ ઉપરાંત અલગ અલગ 25થી 30 નિયમોની પુસ્તિકા પરીક્ષા કેન્દ્રના સંચાલકો સુધી મોકલાઈ. ગૌણસેવા હેડક્લાર્ક વર્ગ ૩ ની પરીક્ષા અગાઉ ૧૨ ડિસેમ્બરએ યોજાયેલી પરીક્ષા પેપર લીક થવાના કારણે  રદ થઈ હતી. 186 જગ્યા માટે ૨ લાખ ૪૧ હજાર ૪૦૪ ઉમેદવાર નોંધાયા. સાત જીલ્લાના ૭૮૬ કેન્દ્ર પર પરીક્ષા લેવાઇ.

આ પણ વાંચો - દાહોદ: ઘઉં કાઢતી વખતે 10 વર્ષની બાળકીનું માંથુ મશીનમાં આવતા માથાના વાળ ચામડી સાથે નીકળી ગયા

તંત્ર દ્વારા પેપર લિક થયા બાદ જીપીએસસી પેટર્નથી પરીક્ષા લેવાઈ રહી છે. દરેક જીલ્લામા પરીક્ષાને લઈ  ખાસ સ્ટ્રોગ રૂમની વ્યવસ્થા કરાઈ હતી. સ્ટ્રોગ રૂમની જવાબદારી જીલ્લાના રેસિડેન્ટ કલેકટરને સોપાઈ હતી.

પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓની તપાસ


હેડ કલાર્ક વર્ગ 3ની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય એ માટે આ વખતે વધુ કડકાઈ રખાઈ છે. આ વખતે પહેલીવાર નવો નિર્ણય લેવાયો છે, જે મુજબ જો કોઈ ઉમેદવાર OMR શીટમાં એકપણ પ્રશ્નનો જવાબ આપતો નથી તો એની OMR શીટના તમામ જવાબોના વિકલ્પ પર પેનથી આડી લાઇન કરવા પરીક્ષા કેન્દ્રો પર જાણ કરાઈ છે.

પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓની તપાસ


આ ઉપરાંત 12થી 2 વાગ્યા સુધી પરીક્ષાના સમયને લઈ 11 વાગે જ ઉમેદવારઓને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી આપી હતી. આ ઉપરાંત સવારે 11.45 એ OMR શીટ ઓપન કરવી, 11.55 એ પ્રશ્નપત્રનું પેકેટ ખોલવું. બે વિદ્યાર્થીને ચેક કરાવી, CCTV ની સામે કવર ખોલવા સૂચન અપાયું છે.



એક પરીક્ષાખંડમાં એક નિરીક્ષક અને ત્રણ પરીક્ષાખંડ વચ્ચે એક સુપરવાઇઝર પરીક્ષાનું મોનીટરીંગની જવાબદારી સોંપાઇ છે. પરીક્ષા આપવા અમદાવાદમાં પાલનપુર, ડીસા, રાજકોટ, ભાવનગર, હિંમતનગર, મહેસાણા, પાટણ જેવા જિલ્લાઓમાંથી પહોંચ્યા હતા. મહત્વનુ છે કે પરીક્ષા પેપર લીક થયાની ઘટના બાદ ફરી આવી ઘટના ન બને તેને લઈ કોઈ ઉમેદવાર મોબાઈલ લઈને પરીક્ષા કેન્દ્રમાં ન પ્રવેશે તેને લઈ ઉમેદવારોનું ખાસ ચેકિંગ કરાયું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, ગુજરાત, પેપર લીક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन