Home /News /gujarat /

4 લાખ વનરક્ષકોના ભાવિ સાથે ચેડાં: PM આવવાના હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરબદલ?

4 લાખ વનરક્ષકોના ભાવિ સાથે ચેડાં: PM આવવાના હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરબદલ?

પ્રતિકાત્મક તસવીર

જરૂરી તકેદારીના ભાગરૂપે વનસંરક્ષક માટેની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

     ન્યૂઝ18 ગુજરાતી :

    યાર જબરું કહેવાય આ તો ? 'તકેદારી'નું કારણ આગળ ધરીને લગભગ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હવે વનસંરક્ષક  પરીક્ષાના ગણીને 12 દિવસ રહ્યા હોય ત્યારે આ પરીક્ષાને મોકૂફ રાખી દેવાની ? શાની તકેદારી રાખવાની છે કે પેપર ફૂટ્યું ફરી ?

    ગાંધીનગરના અધિકારીઓમાં ચાલતી ચર્ચા મુજબ આગામી 23મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના હોઈ, આ પરીક્ષા સરકારી સહુલિયત માટે 'મોકૂફ' રાખવામાં આવી છે !

    સરકારના આવા મનઘડંત નિર્ણયોના કારણે વિદ્યાર્થીઓના મોરલ ઉપર અસર થાય છે. એટલું જ નહિ, જે યુવાનો ગંભીરતાથી મહેનત કરતા હોય છે તેમના ઉત્સાહમાં પણ કમી આવે છે ! પ્રાપ્ત માહિતી અનુસાર, 23 ડિસેમ્બરના રોજ યોજવામાં આવનાર વનસંરક્ષક પરીક્ષા મોકુફ રાખવાની સરકારે જાહેરાત કરી છે. સરકારે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું છે કે, જરૂરી તકેદારીના ભાગરૂપે વનસંરક્ષક માટેની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જણાવ્યું હતું કે, અગામી દિવસોમાં પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, 2 ડિસેમ્બરના રોજ લોક રક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પેપર લીક થયું છે તેવી માહિતી મળતા સરકારે તત્કાલીન પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. મહત્વની વાત એ છે કે, પરીક્ષા શરૂ થયાની ગણતરીની મીનિટમાં પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈ આ પરિક્ષા આપવા આવેલા 9 લાખ જેટલા પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા હતા.

    પરીક્ષા મોકુફ રાખવાને પગલે રાજ્યમાં ઠેર ઠેર પરીક્ષાર્થીઓએ રસ્તા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરીક્ષાર્થીઓને પરીક્ષા ફી, સમય, તૈયારી તથા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનો ખર્ચ માથે પડ્યો હતો. આખરે સરકારે તમામ પરીક્ષાર્થીને અગામી પરીક્ષા પર જવા માટે ફ્રી વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે. પોલીસની પ્રાથમીક તપાસમાં પેપર લીક મામલે દિલ્હીની ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. હાલમાં એલઆરડી પેપર લીક મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 14 લોકોની આ મામલે ધરપકડ કરી છે. પોલીસને આજે મોટી સફળતા પણ મળી છે. પેપર લીક કરનારા મુખ્ય આરોપીને શોધી લેવામાં આવ્યો છે, અને આજે તેને દિલ્હીથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, LRD paper leak, ગુજરાત, સરકાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन