BRTS ટ્રેકમાંથી ગાડી લઇને નીકળ્યો પછી કરી દાદાગીરી, 'મારું નામ પીન્ટુ ચૌહાણ છે, જો હવે શું થાય છે'
BRTS ટ્રેકમાંથી ગાડી લઇને નીકળ્યો પછી કરી દાદાગીરી, 'મારું નામ પીન્ટુ ચૌહાણ છે, જો હવે શું થાય છે'
BRTS માં નોકરી કરતાં વ્યક્તિ સાથે કાર ચાલકે કરી મારામારી
Ahmedabad Crime News: કાર ચાલક કાર લઈને બીઆરટીએસ ટ્રેક માં નીકળ્યો હતો. અને ટ્રેક માં અન્ય વાહન ચાલક માટે પ્રતિબંધ હોવાથી ટ્રેકોમાં લગાવેલ ફાટક ખોલવા બાબતે બબાલ થઇ હતી.
અમદાવાદ - લોકોની સુખાકારી માટે બનાવેલ BRTS ટ્રેક હવે જાણે કે તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો હતો તેમ લાગી રહ્યું છે. BRTS ટ્રેકમાં અકસ્માત, બસમાં ચોરી બાદ હવે ટ્રેકમાં વાહન ચલાવવા જેવી બાબતને લઇને મારા મારીનો બનાવ સામે આવ્યો છે.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કલ્પેશ ભાઈ સોલંકી છેલ્લા 11 વર્ષથી BRTSમાં નોકરી કરે છે. અને હાલ તેઓ CTM બસ સ્ટેન્ડ પર ડ્રાઈવર કંટ્રોલ ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાત્રે તે અને તેમનાં સાથી કર્મચારી મયુરભાઈ દવે ફરજ પર હાજર હતા ત્યારે એક વરના કાર ચાલક BRTS ટ્રેકમાં કાર લઇને આવ્યો હતો.
જોકે BRTS ટ્રેકમાં અન્ય વાહનચાલકો માટે પ્રતિબંધ હોવાથી ટ્રેક બંધ કર્યો હતો. જેથી આ કાર ચાલકે ટ્રેક ફાટક ખોલવા માટે કહ્યું હતું. જોકે મયુરભાઈ એ બીઆરટીએસ બસ આવશે તો જ ટ્રેક ખુલશે તેઓ કહેતાં આ કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બસ સ્ટેન્ડ પર આવીને મયુરભાઈ સાથે ઝપાઝપી કરી તેમને ધક્કો માર્યો હતો. આ દરમિયાન ફરિયાદી પર ત્યાં આવી પહોંચતા કારચાલકે ધમકી આપી હતી કે મારું નામ પીન્ટુ ચૌહાણ છે, જો શું થાય છે.
જો કે મયુરભાઈને માથાનાં ભાગે ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક 108 બોલાવી તેમાં બેસાડ્યા હતા. જ્યારે ફરિયાદી અને અન્ય કર્મચારી જતીન પરમાર આ બાબતે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક્ટિવા પર ત્રણ લોકો આવ્યા હતા અને તેમની પાસે રહેલા ચપ્પાથી બંનેને મારવા લાગ્યા હતાં. જોંકે આસપાસ ના લોકો એકઠા થઇ જતાં તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જ્યારે ફરિયાદી એન તેમના સહ કર્મચારીને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને હાલ માં ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર