Home /News /gujarat /

અમદાવાદીઓ સાવધાન! કોરોના બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ચિંતા વધારી, આટલી રાખજો સાવચેતી

અમદાવાદીઓ સાવધાન! કોરોના બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ચિંતા વધારી, આટલી રાખજો સાવચેતી

પ્રતીકાત્મક તસવીર

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાથી બચવા રાખો તકેદારી

અમદાવાદ: કોરોના (coronavirus) બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil hospital) છેલ્લા એક મહિનામાં ઓપીડીની સંખ્યા વધી છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં જૂન મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય કેસનો આંકડો 147 હતો . જે વધીને જુલાઈ મહિનામાં આ આંકડો 231એ પહોંચ્યો છે. સતત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો પણ રોગચાળાથી બચવા માટે તકેદારી રાખવી પડશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડન્ટ

ડોકટર રજનીશ પટેલ જણાવ્યું હતું કે, જૂન મહિના કરતા જુલાઈ મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોથી બચવા માટે ખાસ તકેદારી રાખવી જોઈએ.બહારનું ખાવાનું ટાળવું જોઈએ.ઉકાળેલું પાણી પીવું જોઈએ.ઘરની આજુબાજુમાં ગંદકી થાય નહિ તેમજ અને વરસાદી પાણી ભરાય નહિ તેની પણ તકેદારી રાખવી જોઈએ.

આ પણ વાંચો - ગુજરાતમાં 29% વરસાદની ઘટ, આગામી પાંચ દિવસ ભારે વરસાદની નથી આગાહી

અમદાવાદ શહેરમાં ગંદકીના કારણે રોગચાળો વકર્યો છે. કોરોના કેસ ઘટ્યા છે પરંતુ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે જુલાઈ મહીનામા ઝાડા ઉલ્ટી - ૬૫૯ કેસ, કમળા - ૧૭૭ કેસ, ટાઇફોડના - ૧૬૫ કેસ, સાદા મેલેરિયાના - ૧૨૦ કેસ, ઝેરી મેલેરિયાના - ૧૦ કેસ,ડેન્ગ્યુ -૭૨ કેસ , ચિકનગુનિયા - ૩૪ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે જાણો કેવો છે 108નો એકશન પ્લાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરિયા વિભાગે છેલ્લા એક સપ્તાહમાં શહેરની જૂદી જૂદી કન્ટ્રક્શન ૬૨૬ સાઇટ, ૩૮૬ કોમર્શિય એકમો, ૫૬૦ હોટલ , અને હોસ્પિટલ તેમજ રહેણાક મકાન તપાસ કર્યા હતા. ચેકીંગ દરમિયાન બેદરકારી જોવા મળી તેને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ તંત્રના કારણે લોકો હેરાન થાય તો કોઈ કાર્યવાહી થતી નથી.

અમદાવાદ શહેરમાં ચોમાસાના વરસાદ બાદ ગંદકી વધી રહી છે. રોડ પર ખાડાને બાજુમાં વરસાદી પાણી ભરાયેલ રહે છે સાથે જ કચરાની ગંદકી જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. અમદાવાદ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે. તંત્રની નિષ્ફળતાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad Civil Hospital, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन