Home /News /gujarat /રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂરો, હવે વજુભાઈ શું કરશે?

રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂરો, હવે વજુભાઈ શું કરશે?

રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂરો, હવે વજુભાઈ શું કરશે?

ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો કારડીયા રાજપૂત સમાજ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ખૂબ મોટું રાજકીય વર્ચસ્વ ધરાવે છે

  મયુર માંકડીયા, અમદાવાદ : ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી અને હાલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા (Vajubhai Vala)નો રાજ્યપાલ તરીકે નો કાર્યકાળ પૂર્ણ થયો છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ગુજરાતના કારડીયા રાજપૂત સમાજના આ દિગજ નેતાને આગામી સમય માં શું જવાબદારી આપવામાં આવશે તે માટે કારડીયા રાજપૂત (Karadiya Rajput) સમાજ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છે. આમ પણ ભાજપમાં વજુભાઇ વાળા સિવાઈ કોઈ બીજા કારડીયા રાજપૂત સમાજના મોટા નેતા જોવા મળ્યા નથી.

  વર્ષે 2001માં નરેન્દ્ર મોદી (Narendra Modi) માટે પોતાની ચાલુ વિધાનસભા બેઠક ખાલી કરી ઈલેક્ટોરલ પોલિટિક્સ ચૂંટણી લડીને રાજનીતિમાં પ્રવેશમાં એન્ટ્રી માટે પગથિયું બનનાર કારડીયા રાજપૂત સમાજના દિગજ નેતા વજુભાઇ વાળનો કર્ણાટકના રાજપાલ તરીકેનો કાર્યકાળ 31 ઓગષ્ટના રોજ સમાપ્ત થયો છે. જોકે આ મામલે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે હવે કારડીયા સમાજના આ દિગજ નેતાને હવે શું જવાબદારી આપવામાં આવશે તે માટે સમાજમાં ખૂબ આતુરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે.

  ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો કારડીયા રાજપૂત સમાજ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ખૂબ મોટું રાજકીય વર્ચસ્વ ધરાવે છે. તેમ છતાં પ્રદેશ ભાજપ પાસે નિવૃત થયેલ વજુભાઇ વાળા સિવાય કારડીયા રાજપૂત સમાજનો કોઈ બીજો મોટો ચહેરો જોવા મળતો નથી. વર્તમાન સમયમાં જશાભાઈ બારડ અને કુશળ સિંહ પઢેરિયા પાર્ટીમાં સક્રિય છે. પરંતુ એ બન્નેને પણ કોઈ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું નથી. તેવા સમયમાં 80 વર્ષ વટાવી ચૂકેલા વજુભાઇ વાળાને શુ ભાજપ નિવૃત્તિ આપશે કે હજુ કોઈ જવાબદારી આપશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

  વજુભાઈ વાળા સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ માંથી આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર એવા વજુભાઇ વાળા 1970 ના દાયકામાં જનસંઘ સાથે જોડાઈ પોતાની રાજકીય કારકિર્દી ની શરૂઆત કરી હતી. 1980માં રાજકોટ મહાનગર પાલિકાનું મેયર પદ મેળવ્યું હતું. આ જ સમય ગાળામાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ ત્યારે ટ્રેન મારફતે રાજકોટ શહેરને પીવાનું પાણી આપવામાં તે સફળ રહ્યા હતા. ત્યારથી તેઓ પ્રશંસકોમાં 'પાણીવાળા નેતા' તરીકે પ્રસિદ્ધ થયા હતા. વજુભાઈ વાળાના ભાષણમાં રમૂજ પુષ્કળ પ્રમાણમાં રહેતી, જે ભીડને જકડી રાખે છે. આથી ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમની માગ રહેતી. તો સાથે જ પાર્ટીના નાનામાં નાના કાર્યકરના દરેક નાનામોટા પ્રસંગમાં હાજરી આપે છે.  વજુભાઈ વાળાને પણ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની જેમ પાર્ટીના કાર્યકર જ નહીં, તેના પરિવારજનોનાં નામ પણ મોઢે હોય છે. આ ખાસિયત વજુભાઈને અન્ય રાજનેતાઓથી અલગ પાડે છે.1985માં રાજકોટ પશ્ચિમની બેઠક ચૂંટણી જીતી વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. તો 1996માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ની પણ જવાબદારી ઉઠાવી હતી. આ તે જ સમય હતો જ્યારે સુરેશ મહેતા સરકારને વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો હતો. રાજકોટ પશ્ચિમ બેઠકને ભાજપનો 'અજય ગઢ' બનાવી વર્ષે 2001માં નરેન્દ્ર મોદી ને પ્રથમ વખત વિધાનસભામાં મોકલ્યા હતા. 2005-06માં વજુભાઇ વાળા એ બીજી વખત પ્રદેશ ભાજપનું પ્રમુખ પદ મેળવ્યું હતું.

  વજુભાઇ વાળા 8 વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને 18 વાર ગુજરાતનું બજેટ રજૂ હતું. વર્ષે1995થી 2012 સુધી તેઓ ભાજપની સરકારમાં નાણામંત્રી પદે રહ્યા હતા. જોકે 2012ની વિધાનસભા ચૂંટણીમાં વજુભાઈ ચૂંટાઈ તો આવ્યાં પરંતુ એ સમયે નરેન્દ્ર મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને વજુભાઈ વાળા ને 1 સપ્ટેમ્બર 2014ના રોજ કર્ણાટકના રાજ્યપાલ પદે નિયુક્તિ કરવામાં આવ્યા હતા.  વજુભાઇ વાળનું એક જમા પાસું એ છે કે તેમણે પક્ષ વિરુદ્ધ ક્યારેય એક હરફ ઉચ્ચાર્યો નથી કે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી નથી. વજુભાઈ વાળા જનસંઘ અને ભાજપના સ્થાપનાકાળના નેતાઓની કૅડરના છે. એવું કહેવામાં આવતું કે ઉત્તર ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા,નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેશુભાઈ પટેલ, પ્રવીણભાઈ મણિયાર અને વજુભાઈ, દક્ષિણ ગુજરાતમાં ફકીરભાઈ ચૌહાણ અને કાશીરામ રાણા, મધ્ય ગુજરાતમાં મકરંદભાઈ દેસાઈ તથા અમદાવાદમાં નાથાલાલ ઝઘડાએ સંઘ અને પાછળથી ભાજપનો વ્યાપ વધારવા તનતોડ મહેનત કરી હતી. આ તમામ લોકો એ ગુજરાતમાં જનસંઘના બીજનું વાવેતર કર્યું. આજે આ બીજ ભાજપ સ્વરૂપે વિશાળ વટવૃક્ષ બની ગયું છે.

  ભાજપની પરંપરા રહી છે કે જ્યારે કોઈ પણ નેતાને રાજ્યપાલ બનાવમાં આવે તો તેમનો કાર્યકાળ એ પાંચ વર્ષે પૂરતો રાખે છે. તેમને ફરીથી રિપીટ કરવામાં આવતા નથી. ત્યારે હવે વજુભાઇ વાળા નો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ લંબાવમાં આવશે કે પછી તેમને બીજી કોઈ મોટી જવાબદારી આપવામાં આવશે તે ચર્ચા એ જોર પકડયું છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Governor, Vajubhai Vala, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन