Home /News /gujarat /અરવિંદ કેજરીવાલના ટ્વીટ બાદ ઘમાસાણ, સીઆર પાટીલે AAP પ્રમુખને દેશ માટે ખતરારૂપ ગણાવ્યા

અરવિંદ કેજરીવાલના ટ્વીટ બાદ ઘમાસાણ, સીઆર પાટીલે AAP પ્રમુખને દેશ માટે ખતરારૂપ ગણાવ્યા

અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર હવે સી.આર. પાટીલે ટ્વીટ કરી નિશાન તાક્યું છે.

અરવિંદ કેજરીવાલના આ ટ્વીટ પર હવે સીઆર પાટીલે ટ્વીટ કરી નિશાન તાક્યું છે. પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.

વધુ જુઓ ...
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)શનિવારે મોડી રાત્રે સુરતના (Arvind Kejrival in Gujarat) એરપોર્ટ ખાતે ઉતર્યાં હતા અને રાત્રિ રોકાણ બાદ આજે ભરૂચ ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપી વિશાળ જનસેભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ (Gujarat BJP) પાર્ટી પર આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપા એ અમીરોની પાર્ટી છે. પહેલા અંગ્રેજોએ ગરીબોને લૂંટ્યા અને હવે આદિવાસીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમની જમીન હડપી તેમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે પરંતુ આ દરમિયાન કેજરીવાલનું એક ટ્વીટ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.

અરવિંદ કેજરીવાલે સુરતના એરપોર્ટ પર ભાજપ તેમનાથી ગભરાઈ ગયું છે અને આગામી દસ દિવસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) જાહેર કરે તેવી આશંકા વ્યક્ત કરી હતી. સાથે જ તેમના ટ્વીટર હેન્ડલ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લઇ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેની હાલમાં ચારેકોર ચર્ચા થઇ રહી છે.

આ પણ વાંચો- Congress Janata Adalat: ભાજપ સરકાર વિરૂદ્ધ રજૂ કરાયું તૌહમતનામૂ, સરકાર બરતરફ કરવા કરી માંગ

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે,"મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપ પ્રમુખ છે. શું ભાજપને ભાજપ પ્રમુખ બનાવવા માટે એક પણ ગુજરાતી ના મળ્યો? લોકો કહે છે કે માત્ર પ્રમુખ જ નહીં, આ જ ગુજરાત સરકાર પણ તે ચલાવે છે. આ છે અસલી સીએમ. આ ગુજરાતની જનતાનું ઘોર અપમાન છે".



અરવિંદ કેજરીવાલના આ ટ્વીટ પર હવે સીઆર પાટીલે ટ્વીટ કરી નિશાન તાક્યું છે. પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.



જણાવી દઇએ કે, ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ બાદ આપ પાર્ટીએ જે રીતે પોતાનો પગપેસારો કર્યો છે. આપ પાર્ટીએ તાજેતરમાં જ પંજાબ ખાતે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી છે ત્યારે ગુજરાતના લોકોને રીઝવવા માટે દિલ્હીના સીએમ અને આપ પાર્ટીના મુખ્ય વ્યક્તિ તરીકે અરવિંદ કેજરીવાલ ભરૂચ ખાતે આદિવાસી સંમેલન યોજી રહ્યા છે. જોકે, સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં ફ્રેન્ડલી મેચ રમતા હતા. હવે આમ આદમી પાર્ટી આવવાથી ભાજપ ઘણાં જ તણાવમાં છે.
First published:

Tags: AAP Gujarat, Aarvind kejriwal, C.R Patil, Gujarat Elections, ગુજરાત ચૂંટણી 2022