Home /News /gujarat /

Surat Car Fire: પ્રેમ પ્રકરણના ડખામાં યુવકે કાર સળગાવી દીધી, બાજુમાં પાર્ક કરેલો ટેમ્પો પણ સળગી ગયો

Surat Car Fire: પ્રેમ પ્રકરણના ડખામાં યુવકે કાર સળગાવી દીધી, બાજુમાં પાર્ક કરેલો ટેમ્પો પણ સળગી ગયો

પ્રેમસંબંધના ડખામાંમાં જ યુવકે ગાડી સળગાવી હોવાની કબૂલાત કરી હતી.

રામસિંગ સાથે રાજેન્દ્ર પ્રસાદ સોનીની ગાડી પણ સળગી જતાં તેઓએ પણ આ મામલે ફરિયાદ આપી હતી. આ સમગ્ર ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં સોસાયટીમાં જ રહેતો લાલ સિંહ રાજપૂત નામનો યુવક આ ગાડી પાસે આવતો દેખાયો હતો.

સુરત (Surat News)ના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મોડીરાત્રે બે દિવસ પહેલા એક ગાડી સળગી (car Fire) ગઈ હતી. જોકે ગાડીની બાજુમાં પાર્ક કરેલો ટેમ્પો પણ આગની ઝપેટમાં આવી ગયો હતો અને સળગી જવા પામ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ થઇ ગઇ હતી. આ ઘટનામાં પ્રેમ સંબંધની અદાવત રાખી પડોસીની ગાડી સળગાવી યુવકને ભારે પડયું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહે રામસિંગ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શનિવારે મધ્ય રાત્રિએ બે વાગ્યાના અરસામાં સોસાયટીમાં પાર્ક કરેલો તેનો ટેમ્પા સાથે બાજુમાં રહેતી અલટીકા ગાડી સળગવા લાગી હતી. મણિરાજની જાણકારી આપતા ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી આ મામલે તપાસ શરૂ કરતા ટેમ્પામાંથી કે તેમની ગાડી સળગાવવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરતાં પોલીસે નજીકમાં રહેલા સીસીટીવી ચેક કરવાના શરૂ કર્યા હતા.

આ પણ વાંચો- ગુજરાત સરકારને AAPનું અલ્ટિમેટમ, ખેડૂતોનું વીજ કનેક્શન કાપ્યું તો રાજ્યના તમામ નેશનલ હાઇવે ચક્કાજામ કરીશું

જોકે રામસિંગ સાથે રાજેન્દ્ર પ્રસાદ સોનીની ગાડી પણ સળગી જતાં તેઓએ પણ આ મામલે ફરિયાદ આપી હતી. આ સમગ્ર ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં સોસાયટીમાં જ રહેતો લાલ સિંહ રાજપૂત નામનો યુવક આ ગાડી પાસે આવતો દેખાયો હતો. પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હોવાને લઈને આ યુવકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે તેણે જાણકારી આપી હતી કે, લાલ સિંગ રાજપૂત નામનો આ યુવક ઘટના બની ત્યારે તેની સામે આવેલી પ્રિયંકા સોસાયટીમાં રહેતી હતી અને મુક્તિ ધામ સોસાયટીમાં રહેતી યુવતી સાથે તેનો પ્રેમ સબંધ હતો ત્યારે પોતાની પ્રેમિકાની પડોશમાં રહેતો રાજેન્દ્ર સોની નામનો યુવક તેને મારી સાથે માથાકૂટ કરતો હતો. આ પ્રેમસંબંધના ડખામાંમાં જ તેને આ ગાડી સળગાવી હોવાની કબૂલાત કરી હતી. ગુનાની કબૂલાત કરતા જ પોલીસે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime Latest News, Surat crime news, Surat Fire Department, સુરત પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन