Home /News /gujarat /

વકીલ ભરત ગઢવીના અપહરણનો મામલો, HCમાં તમામ છ આરોપીઓએ ફરિયાદ રદ કરવા માટે કરી અરજી

વકીલ ભરત ગઢવીના અપહરણનો મામલો, HCમાં તમામ છ આરોપીઓએ ફરિયાદ રદ કરવા માટે કરી અરજી

અમદાવાદના બહુચર્ચિત વકીલ ભરત ગઢવીના અપહરણ કેસમાં છ આરોપીઓએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અને ફરિયાદ પર સ્ટેની માગ સાથે અરજી કરી છે.

અમદાવાદના બહુચર્ચિત વકીલ ભરત ગઢવીના અપહરણ કેસમાં છ આરોપીઓએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અને ફરિયાદ પર સ્ટેની માગ સાથે અરજી કરી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# અમદાવાદના બહુચર્ચિત વકીલ ભરત ગઢવીના અપહરણ કેસમાં છ આરોપીઓએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અને ફરિયાદ પર સ્ટેની માગ સાથે અરજી કરી છે. હાઈકોર્ટે આરોપીઓની સ્ટેની માગનો હાલના તબક્કે સ્વીકાર કર્યો નથી. હાઈકોર્ટે નિકોલ પોલીસને આદેશ કર્યો છે કે, આ કેસની તમામ વિગતો સોગંદનામા સાથે રજૂ કરો. કેસની વધુ સુનાવણી નવમી માર્ચે હાથ ધરાશે.

હાઈકોર્ટે આરોપીઓને નિર્દેશ આપ્યો છે કે, તેમણે આગોતરા જામીન માટે નીચલી અદાલતમાં જે અરજી કરી છે, તેના પર આગળની કાર્યવાહી ચાલુ રાખી શકે છે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં નિકોલ પોલીસે કેસ ડાયરી અને તપાસના કાગળો રજૂ કર્યા હતા.

બીજી તરફ, પિડીતના વકીલની રજૂઆત હતી કે, આ તમામ છ આરોપીઓની સ્ટેની માગને સ્વીકારી શકાય નહીં. જો કે, આરોપીના વકીલની રજૂઆત હતી કે, તેમની સામેના આરોપ ખોટા છે.

આ કેસની વધુ સુનાવણી નવમી માર્ચે હાથ ધરાશે. મહત્વનું છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં વકીલ ભરત ગઢવીનું છ લોકોએ અપહરણ કર્યુ હતુ. આ પછી તેને પાલનપુર લઈ જઈ માર મારવામાં આવ્યો હતો અને તેની પાસે ખંડણી પેટે રૂ. 1.20 કરોડની માગ કરવામાં આવી હતી.
First published:

Tags: અપહરણ, અરજી, કરવા, કરી, ફરિયાદ, મામલો, રદ, વકીલ, હાઈકોર્ટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन