Home /News /gujarat /

PM Modi In Gujarat: પીએમ મોદીએ કહ્યું-12 વર્ષ પહેલા મેં સપનાનું બીજ રોપ્યું હતું આજે વટવૃક્ષ બનતું દેખાય છે

PM Modi In Gujarat: પીએમ મોદીએ કહ્યું-12 વર્ષ પહેલા મેં સપનાનું બીજ રોપ્યું હતું આજે વટવૃક્ષ બનતું દેખાય છે

પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સાંજે 7 કલાકે SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકી હજારોની જનમેદનીને સંબોધન કર્યું હતું.

  PM Modi gujarat Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે વડાપ્રધાન મોદી (PM Modi) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે ખુલ્લી થાર જીપમાં રોડ શો (PM Modi road Show)માં નીકળ્યા હતા. આ દરમિયાન ગુજરાતના પનોતા પુત્રનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પીએમ મોદીનું આ શક્તિ પ્રદર્શન સંપૂર્ણપણે ચૂંટણી કેન્દ્રીત હોવાનું જાણકારો કહે છે. ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સાંજે 7 કલાકે SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકી હજારોની જનમેદનીને સંબોધન કર્યું હતું.

  પીએમ નરેન્દ્ર મોદીએ હજારોની જનમેદનનીને સંબોધિત કરતા કહ્યું કે, ખેલ મહાકુંભ 2022 અંતર્ગત હવે હિન્દુસ્તાનના ખેલાડીઓની સાથે ગુજરાતના ખેલાડીઓ પણ જોડાશે. તમારા પુત્ર કે પુત્રીને રમતમાં રસ હોય તો તેમાંથી બહાર કાઢો તમે પુસ્તકમાં પાછો ન ખેંચો અને તેમને રમત પર ધ્યાન કેન્દ્રીત કરવા દો. જેથી તેઓ દુનિયામાં ભારત દેશના નામ રોશન કરી શકે. 2018માં દેશની પહેલી નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી હતી. ઉત્તર પ્રદેશ મેજર ધ્યાનચંદ યુનિવર્સિટી શરૂ થવા જઈ રહી છે. આપણા ગુજરાતમાં પણ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્સ્ટ યુનિવર્સિટી એક મોટું ઉદાહરણ છે.

  આ પણ વાંચો- corona Update: રાજ્યમાં કોરોનાના નવા 47 કેસ, 27 જિલ્લા અને 4 મનપામાં નવા કેસ શૂન્ય

  પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે સારામાં સારી ટ્રેનિંગ સુવિધા ખેલાડીઓને આપવામાં આવે છે. દેશ એ સુનિશ્ચિત કરે છે કે ખેલાડીઓ કોઈ સુવિધાથી વંચિત નહીં રહે. દેશને રમતની ઉંચાઈએ પહોંચાડવા માટે 360 ડિગ્રીએ ટીમ વર્ક સાથે કામ કરવું પડશે. જીતવા માટે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દરેક જગ્યાએ સારું રમવું પડશે. સફળતાનો એક જ મંત્ર છે લોંગ ટર્ન પ્લાનિંગ અને પરિશ્રમ.  SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યા બાદ પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે દરેક ફિલ્ડમાં ભારતનો દબદબો છે, દુનિયા ભારતને એક મોટી શક્તિ તરીકે જોઈ રહી છે. ભારતની આ શક્તીને ખેલદી અનેક ગણી વધારી શકે છે. આ જ તમારી સફળતાનો મંત્ર છે. એટલે જ હું હંમેશા માટે કહું છું કે જે ખેલે એજ ખીલે છે. લોકલ ફોર વોકની તમામ ક્ષેત્રની જવાબદારી ભારતના યુવકોએ આગળ આવીને નીભાવી છે.

  રશિયા-યુક્રેન યુદ્ધમાંથી પાછા આવેલા યુવકોએ જણાવ્યું કે તિરંગાની આન, બાન અને શાન કેવી છે એ યુક્રેનમાં દેખાઈ હતી. મને મારા યુવાશક્તિ ઉપર ભરોસો છે મને યુવા ખેલાડીઓની તપસ્યા ઉપર ભરોસો છે. મને યુવા ખેલાડીઓના સંકલ્પ અને સમર્પણ ઉપર ભરોસો છે. એટલે જ લાખો યુવકો સામે આત્મવિશ્વાસ સાથે કહું છું કે યુવકો આને ક્યાંય આગળ લઈ જશે. ભારતે આ વૈશ્વિક સ્પર્ધામાં 19 મેડલો જીત્યા છે પરંતુ આતો શરૂઆત છે અને ના હિન્દુસ્તાન રોકાશે અને ના હિન્દુસ્તાન થાકશે. ટેક્યોઓલિમ્પિકમાં પહેલીવાર સાત મેડલ જીત્યા છે. એક સમય હતો કે ભારતનો ભરોષો એક બે રમતોમાં જ ટકેલી હતી. રમતોને ભૂલાવી દેવામાં આવી હતી. ખેડાલીઓ મેદાનમાંથી નીકળે છે અને આખા હિન્દુસ્તાનનો પરચમ દુનિયામાં વિખેરે છે. આ ગુજરાતની યુવા શક્તીને તમને ગર્વ છે. ખેલ મહાકુંભથી નીકળના ખેલાડીઓ કોમેનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સમાં પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે. આવી જ પ્રતિભાઓ તમારા વચ્ચેથી નીકળશે.

  આ પણ વાંચો- રશિયા-યુક્રેન યુદ્ધની આગ Space માં પહોંચી, રશિયાએ ISSને લઈને NASAને આપી આ મોટી ચેતવણી

  શક્તી દૂત જેવા કાર્યક્રમમાં ખેલાડીઓને સહયોગ આપવાની જવાબદારી સરકાર ઉઠાવી રહી છે અને આ સતત પ્રયત્નો કરવામાં આવ્યા અને ખેલાડીઓએ જે સાધના કરી અને ખેલાડી પ્રગતી કરે છે એના પાછળ લાંબી તપસ્યા હોય છે. જે સંકલ્પ ગુજરાતના લોકોએ મળીને લીધો હતો. એ આજે દુનિયામાં પોતાનો પરચમ લહેરાવી રહ્યો છે. 2010માં 13 લાખ ખેલાડીઓ સાથે ખેલમહાકુંભનો આરંભ કરાવ્યો હતો.

  પીએમ મોદીએ કહ્યું કે,મને યાદ છે કે 12 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખેલ મહાકુંભની શરુઆત કરી હતી અને આજે હું કહી શકું છું જે સપનાનું બીજ મે રોપ્યું હતું આજે વટવૃક્ષ બનતું દેખાય છે. એ બીજને હું આજે વિશાળ વટવૃક્ષમાં આકાર લેતા જોઈ રહ્યો છું
  Published by:rakesh parmar
  First published:

  Tags: Ahmedabad news, Gujarati news, Narendra modi gujarat visit, Narendra Modi in Gujarat, Narendra modi speech, PM Modi પીએમ મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन