કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશેકેલી વધી ગઈ છે. એડીસી બેન્કના માનહાની કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. મેટ્રો કોર્ટના જજે અગામી 27 મેના રોજ મેટ્રોકોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે એડીસી બેન્ક દ્વારા કરવામાં આવેલા માનહાનીના કેસમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ કોર્ટે સમન્સ પાઠવ્યું છે, અને અગામી 27મી મેના રોજ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. જજ એસ કે ગઢવી દ્વારા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આ કેસમાં બદનક્ષી થતુ હોવાનું માનવામાં આવ્યું છે, અને બંને વિરુદ્ધ પ્રથમદર્શીય ગુનો બનતો હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. જેને પગલે કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.
શું છે મામલો અમદાવાદ જીલ્લા સહકારી બેન્કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલ વિરુદ્ધ એક સ્થાનિક કોર્ટમાં અપરાધિક માનહાનીનો કેસ નોંધવામાં આવ્યો ચે. આ મામલો 2016માં નોટબંધી સમયે પાંચ દિવસની અંદર 750 કરોડ રૂપિયા બદલવાના ઘોટાળામાં બેંક સામેલ હોવાના આરોપ સાથે જોડાયેલો છે.