ન્યૂઝ18 ગુજરાતી : એરપોર્ટ્સના ખાનગીકરણની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અમદાવાદના ગૌતમ અદાણી જૂથને દેશના પાંચ એરપોર્ટના અપગ્રેડેશન અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. અદાણી જૂથને આ કોન્ટ્રાક્ટ આગામી 50 વર્ષ માટે મળ્યો છે. આ એરપોર્ટ્સમાં અમદાવાદ ઉપરાંત લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અમદાવાદ સહિત પાંચ એરપોર્ટ્સના ખાનગીકરણનું કામ હવે અદાણી જૂથ કરશે. સૂત્રોના કહેવા પ્રમાણે AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) તરફથી છ એરપોર્ટ્સના નવીનીકરણ અને સંચાલનની બીડ્સ પૈકી પાંચ એરપોર્ટ્સની બીડ અદાણી જૂથના ફાળે ગઈ છે.
અદાણી ગ્રુપે આ બીડ્સ જીતી લેતા હવે અદાણી જૂથ એવિએશન સેક્ટરમાં પ્રવેશ કરશે. બીડ્સ પ્રમાણે આગામી 50 વર્ષ સુધી અદાણી આ એરપોર્ટ્સનું સંચાલન કરી શકશે. સંચાલનની સાથે સાથે અદાણી જૂથ આ એરપોર્ટ્સનું નવીનીકરણ (અપગ્રેડેશન) પણ કરશે.
રિપોર્ટ્સ પ્રમાણે એએઆઈ દ્વારા છ એરપોર્ટ્સ માટે બીડ મંગાવવામાં આવી હતી. જેમાંથી પાંચ બીડ અદાણીના ફાળે ગઈ છે, જ્યારે ગૌહાટી માટેની બીડ હજુ સુધી ખુલી નથી. આ માટે એક કરાણ એવું પણ છે કે ગૌહાટી હાઇકોર્ટ તરફથી ગૌહાટી એરપોર્ટના ખાનગીકરણ અંગે સ્ટે આપવામાં આવ્યો છે. આ માટે આ બીડ હજુ સુધી ખુલી નથી.
ઉલ્લેખનીય છે કે અદાણી જૂથ પાવર, પોર્ટ, ગેસ, ઇન્ફ્રા, માઇનિંગ વગેરે ક્ષેત્રમાં પહેલેથી જ હયાત છે. એરપોર્ટના સંચાલન અને નવીનીકરણનો કોન્ટ્રાક્ટ મળતાની સાથે હવે અદાણી જૂથનો ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ થશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર