શું તમે પણ તમારા અંગત દસ્તાવેજો કોઈ ત્રાહિતને આપો છો? અમદાવાદમાં થઈ વિચારતા કરી મૂકી તેવી છેતરપિંડી
શું તમે પણ તમારા અંગત દસ્તાવેજો કોઈ ત્રાહિતને આપો છો? અમદાવાદમાં થઈ વિચારતા કરી મૂકી તેવી છેતરપિંડી
શહેરમાં છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
Ahmedabad News: ફરિયાદીના આધારકાર્ડ પાનકાર્ડ સહિતના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પ્રથમ તો તેના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ લોન લઈને ટુ વ્હીલરની ખરીદી કરી લીધી.
અમદાવાદ: શોર્ટકટથી રૂપિયા કમાવા માટે ગઠિયાઓ નવી મોડસ ઓપરેન્ડીનો (fraud in Ahmedabad) ઉપયોગ કરીને લોકો પાસેથી રૂપિયા આપીને છેતરપિંડી આચરી રહ્યા છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ફરિયાદીના આધારકાર્ડ પાનકાર્ડ સહિતના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પ્રથમ તો તેના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ લોન લઈને ટુ વ્હીલરની ખરીદી કરી લીધી.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ પરમારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે કેટલાક દિવસ અગાઉ તેઓના ઘરે icici બેન્કમાંથી કલેક્શન માટે બે વ્યક્તિઓ આવ્યા હતા. તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે, તમે icici બેન્કમાંથી લોન લીધેલ છે અને તેના હપ્તા ન ભરતા અમે બાકી લોન ના નાણા ની ઉઘરાણી માટે આવ્યા છીએ.
જોકે ફરિયાદીએ કોઈ લોન લીધી ન હોવાનું કહેતાં જ તેમને જણાવવામાં આવ્યું હતું કે, તેમના નામે icici બેન્કમાંથી લોન લઈને નવરંગપુરા ખાતે આવેલ કિરણ મોટર્સ માંથી ટુ વ્હીલર એક્સેસની ખરીદી કરવામાં આવી છે. ઉપરાંત તેઓને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, તમારા દસ્તાવેજોનો ઉપયોગ કરીને વસ્ત્રાપુર બોડકદેવ ખાતે આવેલ indusind bank માં બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલ છે.
જેથી આ અંગે તેઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી હતી. જે અરજીની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દસ્તાવેજોમાં આપવામાં આવેલા ચેકમાં જે સહી કરવામાં આવેલ છે તે સહી ફરિયાદીએ કરેલ નથી. જેથી પોલીસે ટુ વ્હીલર ખરીદવા માટે આવનાર વ્યક્તિનો મોબાઈલ નંબર મારફતે સંપર્ક કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે, પોતાનું નામ અસદઉલ્લાહ ખાન પઠાણ છે. જે રૂપિયા પાંચ હજારની લાલચમાં મુફિઝ નામના વ્યક્તિને કહેવાથી ટુ વ્હીલરની ડીલવરી લેવા માટે ગયો હતો. જ્યાં તેને મુફીઝના માણસ તરીકેની ઓળખ આપીને જરૂરી કાગળો અને લોનની પ્રોસેસ કરી આપેલ હતી. હાલમાં પોલીસે ત્રણ આરોપીઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર