Home /News /gujarat /

જાણો કોણ છે લોક રક્ષક પેપર લીકનાં મુખ્ય આરોપીઓ

જાણો કોણ છે લોક રક્ષક પેપર લીકનાં મુખ્ય આરોપીઓ

લોકરક્ષકની પરીક્ષા મોકુફ રાખવામાં આવી

જે મામલામાં આરોપીઓ યશપાલ સોલંકી, મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી., રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે.

    ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની ગઇકાલે લેનારી પરીક્ષાનું પેપર લીક થઈ જતા આખી પરીક્ષા જ રદ કરવી પડી હતી. જે મામલામાં આરોપીઓ યશપાલ સોલંકી, મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી., રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે. જેમાંથી હજી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    તો આપણે જાણીએ આ આરોપીઓ સરકારી તંત્રમાં શું કામ કરતાં હતાં.

    • મુખ્ય આરોપી યશપાલ સોલંકી વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે. તે સેનેટરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે.

    • રૂપલ શર્મા ગાંધીનગરમાં આવેલી શ્રીરામ હોસ્ટેલની રેક્ટર છે. જે પરીક્ષાર્થી પણ હતી.

    • PSI પી.વી. પટેલ ગાંધનગરમાં વાયરલેશ PSI છે.

    • મનહર પટેલ યશપાલ વતી પેપર વેચવામાં મધ્યસ્થી કરતો હતો.

    • મુકેશ ચૌધરી પોતે પરીક્ષાર્થી હતો.


    આ પણ વાંચો: આટલા ખર્ચા કરીને આવે અને પરીક્ષા મોકુફ થાય તે સરકારની નિષ્ફળતા: પરેશ ધાનાણી

    નોંધનીય છે કે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી હતી કે, અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાયું છે. જેથી લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા આજે યોજાવાની નથી.

    આ પણ વાંચો :  પેપરકાંડના સૌથી મોટા સમાચાર, ક્યાંથી અને કોણે કર્યું પેપર લીક? જાણો - પેપર લીકનાં દિવસનો પૂરો ઘટનાક્રમ

    આ પરીક્ષામાં 8,76,356 લાખ ઉમેદવારો નોંધાયા હતા. જે રાજ્યની 2,440 શાળા/કોલેજોમાં ફાળવેલા કેન્દ્રો પર પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. પરીક્ષા અગાઉ પેપર લીક થવા મામલે જાણ થતાં નિરાશ થઈ પાછા ફર્યા હતા. જે બાદ વિદ્યાર્થીઓમાંઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Lokrakshak, Paper leak, અમદાવાદ

    આગામી સમાચાર