સંજય જોષી , અમદાવાદ : વડોદરાની 11 જેટલી બેંકોની રૂપિયા 2654 કરોડની લોન ન ચુકવી શકવાના આરોપી ભટ્ટનાગર બંધુઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. અગાઉ હાઇકોર્ટે આપેલા 3 મહિનાના વચગાળાના જામીન પૂર્ણ થવાના હોવાથી તેમણે જામીન અરજી કરી છે.
હાઇકોર્ટે અમિત ભટ્ટનાગરની જામીન અરજી મુદ્દે CBIને નોટિસપાઠવી ખુલાસો માંગ્યો છે. અગાઉની જામીન અરજીની સુનાવણી દરમિયાન CBIએ તપાસ બાકી હોવાની દલીલ કરતા હાઇકોર્ટે જામીન અરજીને વચગાળાની જામીન અરજીમાં ફેરવી હતી. હાઇકોર્ટે અગાઉ અમિત ભટ્ટનાગરને 3 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. હવે આ જામીન પૂર્ણ થવાના આરે હોવાથી ભટ્ટનાગરે ફરી નવી અરજી કરી છે.
દેશમાં થયેલા વિવિધ બૅન્ક કૌભાંડો વખતે હરકતમાં આવેલી સી.બીઆ.ઈ, ઈ.ડી અને આયકર વિભાગે ભટ્ટનાગર બંધુ અને તેમના પિતા વિરુદ્ધ જુદા જુદા ગુના દાખલ કરીને અને તપાસ કરી હતી. અગાઉ અમિત ભટ્ટનાગરને ઇન્કમટેક્સ ભરવા તેમજ પુત્રીના વિદેશ અભ્યાસઅર્થે જામીન મળ્યા હતા.
ઉદેપુરથી ઝડપાયા હતા
અગાઉ વડોદરાના ડાયમંડ પારવ ગ્રુપના માલિકો પર ગત દેશની વિવિધ એજન્સીઓએ દરોડા પાડી અને તપાસ હાથ ધરી હતી. એજન્સીઓએ તેમના નિવાસસ્થાને અને ફેક્ટરીઓ પર દરોડા પાડી અને તેમની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એક તબક્કે ફરાર થઈ ગયેલા ભટ્ટનાગર બંધુઓ નામ બદલીને ઉદેપુરની હોટલમાં રોકાયા હતા ત્યારે જ તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર