Home /News /gujarat /

નડીયાદ : 4 વર્ષના દીકરાની બાધા પૂરી કરીને પરત આવતા અકસ્માત નડ્યો, ઘરેથી 13 કી.મી. ના અંતરે જ 3 ના મોત

નડીયાદ : 4 વર્ષના દીકરાની બાધા પૂરી કરીને પરત આવતા અકસ્માત નડ્યો, ઘરેથી 13 કી.મી. ના અંતરે જ 3 ના મોત

નડીયાદ : 4 વર્ષના દીકરાની બાધા પૂરી કરીને પરત આવતા અકસ્માત નડ્યો, ઘરથી 13 કી.મી. ના અંતરે જ મોત મળ્યું

હરખભેર બાધા પુરી કરીને ગામે ફરતાં પરિવાર પર આભ તૂટી પડયું, એક મહિલા, બે કિશોરીના મોતથી સોની પરિવારમાં હૈયાફાટ આક્રંદ

  જનક જાગીરદાર, ખેડા : નડીયાદ તાલુકાના મહોળેલ ગામે રહેતા સોની પરિવારને આજે ઘરથી 13 કી.મી.ના અંતરે જ અકસ્માત નડતાં મોત મળ્યું છે. જેમાં એક મહિલા અને બે કિશોરીને કાળ ભરખી ગયો છે. જ્યારે સોની પરિવારના 5 વ્યક્તિઓ ઘવાયા છે. જે તમામને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 4 વર્ષના દીકરાની બાધા પુરી કરી રાજસ્થાનથી મહોળેલ આવતા પરિવારનો ગોઝારો અકસ્માત થતા ત્રણ જીંદગી બુઝાઈ ગઈ છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

  ખેડા જિલ્લાના મહોળેલ ગામના ગાંધીચોક વિસ્તારમાં રહેતા 45 વર્ષિય હરીશભાઈ કેશરમલજી સોની મુળ રાજસ્થાનના પાલી જિલ્લાના તખતગઢ ગામના વતની છે. તે છેલ્લા કેટલાય સમયથી મહોળેલ ગામે સ્થાઈ થયા છે. હરીશભાઈ ગામના બજાર વિસ્તારમાં સોનીની દુકાન ધરાવે છે. થોડા દિવસો પહેલા તેઓ પોતાના 4 વર્ષના દીકરા યશની બાધા કરવા પોતાના સગાસંબંધીઓ સાથે પોતાના મૂળ વતન રાજસ્થાનમાં ગયા હતા. આજે બાધા પૂરી કરી આ સોની પરિવાર ઈકો કારમાં નડિયાદના મહોળેલ ગામે આવી રહ્યો હતો. સોની પરિવારના મોભી હરીશભાઈ કાર ચલાવતાં હતા. આ દરમિયાન નડિયાદ નજીક એટલે કે મહોળેલથી લગભગ 13 કી.મી.ના અંતરે જ આ સોની પરિવાર પર કાળ ભરખ્યો છે.

  આ પણ વાંચો - રાજ્યકક્ષાના મંત્રી અને કોળી સમાજના નેતા પરસોત્તમ સોલંકીએ કહ્યું- માછીમારોને સરકારે કશું આપ્યું નથી

  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદના મરીડા પાસેના બ્રીજ નજીક ઉભેલી ટ્રક પાછળ ઉપરોક્ત ઈકો કાર ઘૂસી જતાં કારનો લોચો વળી ગયો છે. જ્યારે આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ જેમાં એક મહિલા અને બે કિશોરીના મૃત્યુ થયા છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે મૃતકના શરીર ધડથી અલગ થઈ ગયેલા જોઈ શકાય છે. ઘટના સ્થળે પહોંચેલ લોકોએ તુરંત ઘવાયેલા લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે કરમસદ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ અંગે પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી દીધી છે.

  મૃતક

  -ટીશાબેન હરીશભાઈ સોની (ઉ. વ. 41)
  -જીકીશાબેન હરીશભાઈ સોની (ઉ. વ. 15)
  -નૈયનાબેન નારણભાઈ સોની (ઉ. વ. 17)

  ઈજાગ્રસ્ત

  -હરીશભાઈ કેશમરલજી સોની (ઉ. વ. 45, ચાલક)
  -લાખસિંહ હરીશભાઈ સોની (ઉ. વ. 10)
  -યશકુમાર હરીશભાઈ સોની (ઉ. વ. 4)
  -મીરાબેન કેશમરલજી સોની (ઉ. વ. 75)
  -જીગરભાઈ નારણભાઈ સોની (ઉ. વ. 15)
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ahmedabad Vadodara Express Highway, Express highway, અકસ્માત, અમદાવાદ, વડોદરા

  આગામી સમાચાર