Home /News /gujarat /અમંગળ 'મંગળ': રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ અકસ્માત, 4નાં મોત

અમંગળ 'મંગળ': રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ અકસ્માત, 4નાં મોત

    રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આજે એક સાથે 4 જગ્યાએ અકસ્માત થયા છે. જેમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 7થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં જશોદાનગર પાસે એક્ટીવા પર જઈ રહેલા દંપત્તિ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પુત્ર અને પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    તો ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના તલાસરી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા મૂળ વડોદરાના એક શાહ પરિવારના બે સભ્યોના કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા તલાસરી નજીક આંબોલી ગામ પાસે પૂર ઝડપે વડોદરાથી મુંબઈ તરફ જતી કાર સામે બળદ આવી જતા અકસ્માત સર્જાયો હતો.

    તો આ તરફ ભરૂચના પાલેજમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    તો રાજકોટમાં મહિલા કોલેજ અંડર બ્રિજમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બે કાર અને એસ.ટી બસ વચ્ચે થયો હતો. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. પરંતુ કારને નુકસાન પહોંચ્યું છે.
    First published:

    Tags: અકસ્માત

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો